જૂનાગઢ
જિલ્લા પંચાયત ભવન જૂનાગઢ ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એકટ-૧૯૯૪ ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લાની વિવિધ હોસ્પિટલ, ક્લિનિક, આરોગ્ય સંસ્થાઓને રીન્યુઅલ આપવા તેમજ નવા રજીસ્ટ્રેશન આપવા માટે કુલ ૧ સંસ્થાઓને મંજુરી આપવામાં આવી હતી. તેમજ ૨ નવી એજન્સીઓને રજીસ્ટ્રેશન માટે મંજુરી આપવામાં આવી હતી.
બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર સમિતિ દ્વારા કરવામાં આવેલ કલીનીક ઈન્સ્પેકશનનો રીવ્યુ કરવામાં આવેલ. તેમજ જિલ્લામાં કોઈપણ જગ્યાએ પીસી અને પીએનડીટી એક્ટનો ભંગ થતો હોવાનું ધ્યાને આવશે તો તે અંગે કડક પગલાં ભરવામાં આવશે. તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એમ.આર.સુતરીયા, પીએનડીટી કમિટીના ચેરમેન ભાવનાબેન વૈશ્નવ તેમજ આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ એને સંબંધિત શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)