જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા મહિલા પોલીસ ની કામગીરી ને બિરદાવાઈ.

જૂનાગઢ

તા.૨૪/૦૯/૨૦૨૪ ના રોજ સાંજે ૪થા એડી.સેશન્સ જજ સાહેબની કોર્ટમાં પોક્સોના કેસના કામે વડાલ ગામના આરોપી અલ્તાફભાઇ ઠેબાને સજા ફટકારવામાં આવેલ હતી. જેથી મજકુર આરોપીને નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવતાં આ ગુનાના કામના આરોપી અલ્તાફભાઇ ઠેબાને કોર્ટ કાર્યવાહી માટે ફીંગરપ્રિન્ટ રૂમમાં લઇ જવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન મજકુર આરોપી કોર્ટ પરિસરના સંકુલમાંથી ભાગી ગયેલ હતો. આ દરમિયાન નામદાર કોર્ટમાં ફરજ પરના હાજર મહિલા લોકરક્ષક ભારતીબેન કાળાભાઇ વૈશ્ય, પોલીસ હેડ કવાર્ટરનાઓને ભાગતો આરોપી ધ્યાને આવતાં પોલીસ કર્મચારી બહેેેનેે સમયસુચકતા વાપરી ભાગેલ આરોપીને પકડવા માટેે ત્યા હાજર પોલીસ કર્મચારીની મદદ લઇ તાત્કાલીક પકડી પાડી સમયસુચકતા વાપરી બહાદુરી અને કાર્યકુશળતાના ગુણો દાખવી ખુબ જ સારી કામગીરી કરવામાં આવેલ અને પોકસોના ગુનાના આરોપીને જુનાગઢ તાલુુુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધેલ હતો.જે અનુસંધાને પોલીસ કર્મચારી બહેનને પોલીસ અધિક્ષકશ્રી જૂનાગઢના દ્વારા કચેરી ખાતે બોલાવી રૂ.૧૦૦૦ રોકડ ઇનામ તથા પ્રશંસાપાત્ર આપવામાં આવેલ હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)