જૂનાગઢ જીલ્લાના ચોરવાડ ખાતે “Sunday On Cycle” કાર્યક્રમમાં ૭૦ જેટલા સાઈકલીસ્ટો જોડાયા

મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમમાં તા.૧૭/૧૨/૨૦૨૪ના રોજ ૫૦૦થી વધુ ઉત્સાહી સાઈકલીસ્ટોની હાજરીમાં માન.કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રીશ્રી દ્વારા “ફીટ ઇન્ડિયા સાયકલીંગ ડ્રાઈવ” શરુ કરવામાં આવેલ, આ કાર્યક્રમ દરમ્યાન “Sunday On Cycle Campaign” ની શરૂઆત કરવામાં આવી. જેમાં વ્યક્તિગત અને સમુહોને દરેક રવિવારે સાઈકલ ચલાવવાની પ્રેરણા આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો. વધતા જતા હવામાન પ્રદુષણના પડકાર સામે સાઈકલિંગ શ્રેષ્ઠ ઉકેલ તરીકે જોવામાં આવી રહેલ છે. જેથી આ અભિયાન ‘Green India Fit India’ અભિયાન માટે પ્રેરક તરીકે કાર્ય કરશે.જે અંગે જાગૃતિ ફેલાવવા માટે જૂનાગઢ જીલ્લામાં “Sunday On Cycle” કાર્યક્રમનું આયોજન તા.૨૨/૧૨/૨૦૨૪ના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની ઇન્સ્કુલ યોજના અંતર્ગત ચાલતી શેઠ જી.મો.વિનય મંદિર ચોરવાડ થી હોલીડે કેમ્પ સુધી થયેલ હતું. જેમાં ૭૦ જેટલા સાઈકલીસ્ટો જોડાયા હતા. તેમજ ‘Green India Fit India’ અભિયાન દ્વારા સાઈકલીગ કરવા અને વધતા જતા હવામાન પ્રદુષણને રોકવા આ આયોજન કરવામાં આવ્યું હતું. જેની સત્તાવાર યાદી ભૂષણ કુમાર યાદવ, જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)