જૂનાગઢ તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણીના અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં “ટેક હોમ રેશન” (માતૃશકિત, બાલશકિત, પૂર્ણાશક્તિ) અને મિલેટ આધારિત વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પ્રદર્શનના મુખ્ય ઉદ્દેશ બાળકો, કિશોરીઓ, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવનારી માતાઓને દૈનિક આહાર માટે પોષકતત્વોથી સમૃદ્ધ ખોરાક પ્રોત્સાહિત કરવાનો હતો.
ટેક હોમ રેશન દ્વારા દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રોમાં આહારમાં જરૂરી પોષકતત્વોનો ત્રિણમાસિક ભાગ પૂરો પાડવામાં આવે છે. સ્પર્ધામાં વિવિધ પ્રકારના મીણલેટ પાકો જેમ કે બાજરી, જુવાર, રાગી, કાંગ, કોદરી, વરી વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે આરોગ્ય અને પોષણ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે બાળકોને અન્નપ્રાશન્ન કરાયું હતું અને પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવનાર વાનગીઓને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે ઉપસ્થિત હતા:
તાલુકા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્રસિંહ ઠાકોર
તાલુકા આરોગ્ય અધિકારી ચાવડા
તાલુકા મદદનીશ ખેતી નિયામક છત્રાળા
બાળ વિકાસ યોજના અધિકારી ગુણવંતીબેન પરમાર
નિર્ણાયક આર.બી.એસ.કે. એમ.ઓ. ડો. બિંદિયાબેન
આઈ.સી.ડી.એસ. સ્ટાફ અને લાભાર્થીઓ
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ