જૂનાગઢ તેમજ પોરબંદર જિલ્લાના અંદાજિત ૯૦ જેટલા સ્પેશિયલ એજ્યુકેટર શિક્ષકોએ ક્ષમતાવર્ધન અર્થે તાલીમ મેળવી

સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા સમાવેશી શિક્ષણને મજબૂત કરવા શિક્ષણનીતિ (NEP) 2020 અન્વયે તૈયાર કરવામાં આવેલા માર્ગદર્શિકાઓના અમલીકરણ કરવા તેમજ સ્પેશિયલ એજ્યુકેટરની ક્ષમતા વર્ધન અર્થે તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું


યુનિસેફના સહયોગથી જૂનાગઢ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે રાજ્યકક્ષાએથી તાલીમ મેળવેલા માસ્ટર ટ્રેનર્સ દ્વારા આ તાલીમમાં શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ શિક્ષકોની ક્ષમતાઓમાં વધારો થાય અને દિવ્યાંગ બાળકોના શિક્ષણમાં આવેલા નવા આયામોથી પરિચિત થાય દિવ્યાંગ બાળકોના શિક્ષણમાં તેઓ ક્ષમતાલક્ષી કાર્ય કરી શકે અને બાળકોને શિક્ષણમાં વિશેષ લાભ મળી રહે તે અંગે માહીતગાર કરવામાં આવ્યા હતા. જૂનાગઢ તેમજ પોરબંદર જિલ્લાના અંદાજિત ૯૦ જેટલા સ્પેશિયલ એજ્યુકટરોએ તાલીમનો લાભ લીધો. આ સમગ્ર તાલીમનું સંચાલન જિલ્લા આઇ.ઇ.ડી. કોર્ડીનેટર શ્રી ગોપાલભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)