જુનાગઢ
જુનાગઢ ના દામોદર કુંડ ની સાફ સફાઈ ને લયને ભાગવત કથાકારે લોકોની વ્યથા રજુ કરતાં કહ્યું કે કરોડો રૃપિયાની ગ્રાન્ટ દામોદર કુંડના વિકાસ માટે અને સફાઈ માટે આવે છે પરંતુ આવી ગ્રાન્ટ નું શું થતું હશે ? તે ખબર નથી પરંતુ દામોદર કુંડ ની સફાઈ આજ સુધી થઈ શકી નથી તે જૂનાગઢ નું દુર્ભાગ્ય ગણી શકાય ? તેમ ભાગવતચાયૅ મનોજભાઈ પુરોહિતે કથા વ્યાસપીઠ પરથી દામોદર કુંડ વિશેની વાત કરતાં જણાવ્યું હતું..
વ્યાસપીઠ ઉપરથી લોકોની વાતને અને વેદના ને રજૂ કરી વક્તાશ્રીએ જૂનાગઢ ની નમાલી નેતાગીરી ની પણ પોલ ખુલ્લી કરી દીધી હતી ત્યારે આવા નેતાઓ આ વાત પરથી કોઇ શિખ લેશે ખરા ? તેવો સવાલ પણ જનતામાં ઉઠી રહીયો છે.
નગરપાલિકાથી લયને પાર્લામેન્ટ સુધી ભાજપ નું રાજ અને તેમ છતાં એક દામોદર કુંડ ની સરખી રીતે સફાઈ પણ ન થાય તે કેવી કમનસીબી જૂનાગઢ ની ગણવી કથાકારે .
જૂનાગઢ ના જોષીપરામાં સોસાયટી હાલમાં એક શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વ્યાસપીઠ તરીકે મનોજભાઈ પુરોહિત બિરાજમાન છે ત્યારે આ ભાગવત કથા દરમિયાન દામોદર વિશેની કોઈ વાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે અહીં દામોદર કુંડ ખાતે પચાસ વખત વખત ભગવાન દામોદર પધારેલા છે ત્યારે આવા પવિત્ર અને પાવન દામોદર કુંડમાં આપણે સ્નાન કરવાની વાત એક બાજુ રહી પરંતુ પગ બોળવાનું પણ મન થતું નથી ત્યારે નગર પાલિકાથી લયને પાર્લામેન્ટ સુધી આજે ભાજપનું રાજ છે અને જૂનાગઢમાં પણ ધારાસભ્ય લયને મહાનગરપાલિકામાં ભાજપની બોડીૅ પણ ભાજપની છે તેમ છતાં આજ સુધી દામોદર કુંડ ની કોઈ એ દરકાર કરી નથી જોકે આ માટે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ આવી હતી પરંતુ શું થયુ તે વિશે કોઈ જાણકારી નથી ત્યારે મારાથી દામોદર કુંડ દશા ન જોવાતાં આજે વ્યાસપીઠ પરથી બોલવું પડે છે તે પણ દુર્ભાગ્યની વાત છે ખેર દેશ વિદેશમાંથી અનેક શ્રધ્ધાળુઓ અહીં આવે છે ત્યારે આ દામોદર કુંડ ની સાફ સફાઈ ન થવા પાછળ જેટલા રાજકીય લોકો જવાબદાર છે તેના કરતાં વધુ આપણે પણ જવાબદાર છીએ કે તેઓ પાસે આટલું પણ કામ કરાવી શકતા નથી તેમ એક કથાકારે દામોદર કુંડ ની વેદના ને લયને પોતે વ્યાસપીઠ પરથી બોલ્યા હતા ત્યારે જૂનાગઢ ધારાસભ્ય કે મનપાના પદાધિકારીઓ નવા ચુંટાયેલા સાંસદ આ મુદ્દાને લઈને આગળ કોઈ કાર્યવાહી કરશે કે શું ? તે જોવું રહ્યું…
અહેવાલ -જગદીશ યાદવ (જૂનાગઢ)