જૂનાગઢ ની નેત્રમ પોલીસ શાખા ને વધુ એક એવોર્ડ.

જૂનાગઢ

જૂનાગઢમાં પોલીસ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઈન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા ના ઉપયોગ થી અનેક ગુનાઓનો ભેદ ઉકેલવા, નાગરિકો ની ગુમ વસ્તુઓને શોધવા માટે જૂનાગઢ ની નેત્રમ પોલીસ શાખા દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલ છે, જે બદલ રાજ્યના પોલીસ વડા દ્વારા નેત્રમ પોલીસ શાખા, જૂનાગઢ ને ૧૮મી વખત એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)