જૂનાગઢ પોલીસની નેત્રમ શાખા દ્વારા ૯ અરજદારોને ખોવાયેલ મુદામાલ રૂ. ૪.૮૨ લાખ પરત.

જૂનાગઢ રેન્જના આઈ.જી. શ્રી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા તથા ડી.વાય.એસ.પી. મુખ્ય મથક શ્રી એ.એસ. પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા CCTV કેમેરાની મદદથી ૯ અરજદારોના ખોવાયેલા મોબાઇલ, સોનાની બંગડીઓ, રોકડ રકમ અને સામાન મળી કુલ રૂ. ૪,૮૨,૬૦૦/- નો મુદામાલ શોધી મૂળ માલિકોને પરત આપ્યો હતો.

આ કામગીરી દ્વારા “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવ્યું છે.

અરજદારોને પરત અપાયેલ મુદામાલ :

  1. શ્રી હરસુખભાઈ રામજીભાઇ ગોહેલ – રૂ. ૪ લાખના ૪ તોલા સોનાની ૩ બંગડીઓ

  2. કું. મનાલીબેન હરીભાઇ ગાધે – રૂ. ૨૦,૦૦૦/- નો Realmi C35 મોબાઇલ ફોન

  3. શ્રી કરશનભાઇ મકવાણા – રૂ. ૨૦,૦૦૦/- રોકડ રકમ

  4. શ્રી મોબીન નુરેમુન શેખ – રૂ. ૨૫,૦૦૦/- ની એક્ટિવા

  5. શ્રી અકતર શાહ – રૂ. ૧૪,૦૦૦/- નો Realmi મોબાઇલ

  6. શ્રીમતી કવિતાબેન પ્રવિણભાઇ સંચાણીયા – રૂ. ૧,૬૦૦/- ની Lamex ઘડિયાળ

  7. શ્રીમતી કિરણબેન હેમલભાઇ પંડ્યા – રૂ. ૧,૦૦૦/- નું ખોવાયેલ બેગ

  8. શ્રીમતી ભાવનાબેન મેહુલભાઇ મકવાણા (સાવરકુંડલા) – રૂ. ૧,૦૦૦/- ની થેલી

  9. શ્રી સુરેશભાઇ ઉકાભાઇ દાફડા – ડોક્યુમેન્ટ્સ થેલી

બધા અરજદારોએ મુદામાલ પરત મળતા જૂનાગઢ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો.

કાર્યવાહી દરમ્યાન યોગદાન આપનાર અધિકારીઓ-કર્મચારીઓ :
પી.એસ.આઈ. પ્રતિક મશરૂ, પી.એસ.આઈ. એચ.પી. મકવાણા, હે.કો. અશોકભાઇ વઘેરા, પો.કો. વિજયભાઇ છૈયા, સુખદેવસિંહ કામળીયા, ખુશ્બુબેન બાબરીયા, પાયલબેન વકાતર, દક્ષાબેન પરમાર, રૂપલબેન છૈયા, મિતલબેન ડાંગર, જાનવીબેન પટોળીયા અને એન્જિ. મસુદઅલીખાન પઠાણ.

📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ