જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા શહેરના ૧૦૪ સ્થળોએ ડ્રોન દ્વારા દવા છંટકાવ કરાયો.

જૂનાગઢ

જૂનાગઢ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની મેલેરિયા શાખા દ્વારા ‘સ્વચ્છતા હિ સેવા’ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ સ્થળો એ મચ્છર જન્ય રોગોને કંટ્રોલ કરવા માટે એ.આઈ /એમ.એલ. ટેકનોલોજી આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢ શહેરમાં ‘સ્વચ્છતા હિ સેવા’ અભિયાન અંતર્ગત વિવિધ સ્થળો એ સ્વચ્છતા અંગેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા ના કમિશ્નરશ્રી ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા શહેરના વિવિધ સ્થળોએ વરસાદની સિઝન બાદ થતાં રોગ મલેરિયા, ડેન્ગ્યુ અને ફાઈલેરિયા જેવા વેક્ટર જન્ય રોગો સામે લડવા માટે સૌરાષ્ટ્રની સૌ પ્રથમ અદ્યતન ડ્રોન ટેક્નોલોજી અપનાવી છે. ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધી તેને નાબૂદ કરવાનો આ નવતર અભિગમથી કેન્દ્ર સરકારના મેલેરિયા નાબુદી મિશન ૨૦૩૦ તથા ગુજરાત સરકારનું મલેરિયા નાબુદી મિશન ૨૦૨૭ સુધીમાં મલેરિયા મુકત કરવાના પ્રયત્નોમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ મહા નગરપાલિકા, જુનાગઢ દ્વારા જાહેર આરોગ્ય અને સુરક્ષા માટેના પ્રયાસોમાં એક નવીન પહેલ છે. આ પહેલ મચ્છરના બ્રીડિંગ સ્થળોની ઝડપી ઓળખ અને નિકાલ કરવામાં આ મોડલ અન્ય મહાનગરપાલિકાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.

જૂનાગઢ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા ડ્રોન ટેકનોલોજી ની મદદથી ૭૦૪ બ્રીડીંગ સ્થળો શોધવામાં આવ્યા છે. આ તમામ સ્થળો જ્યા ફિલ્ડ વર્કરો ન પહોચી શકે તેવા ૧૦૪ સ્થળોએ મચ્છર જન્ય રોગોના ફેલાય તે માટે ડ્રોન ટેકનોલોજીના મદદથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)