જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

 

જૂનાગઢ

રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકઉપયોગી યોજના ઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનોના પ્રશ્નોનાં ન્યાયિક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે રાજય વ્યાપી “સેવા સેતુ” કાર્યક્રમ તૃતીય તબકકાનો પ્રારંભ કરવામાં આવેલ છે.જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત તથા મહાનગર પાલિકા, જુનાગઢના સંયુકત ઉપક્રમે શહેરની જાહેર જનતા માટે સેવાસેતુનો કાર્યક્રમ તા.૨૦/૦૯/૨૦૨૪ના રોજ ડૉ.આંબેડકર ભવન,સક્કરિયો ટીંબો,અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં દુબળી પ્લોટ પાસે,જુનાગઢ ખાતે શ્રી સંજયભાઈ કોરડીયા, ધારાસભ્યશ્રી ના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવેલ આ તકે શ્રી જયેશભાઈ પી.વાજા.શ્રી વત્સલાબેન દવે,મામલતદારશ્રી ત્રિવેદી, શ્રી યકીનભાઈ શિવાણી શ્રી રાઠવા, લીડ બેંક મેનેજર,શ્રી રાજુભાઈ મહેતા,શ્રી જીગ્નેશભાઈ પરમાર,શ્રી વિરલભાઈ જોષી,શ્રી હાજાભાઇ ચુડાસમા,શ્રી મનોજભાઈ રૂપાપરા,શ્રી મેહુલભાઈ બાલસ ની ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત પ્રવચનશ્રી જયેશભાઈ વાજા દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રાસંગિક પ્રવચન શ્રી સંજયભાઈ કોરડીયા,ધારાસભ્ય કર્યું હતું રાજય સરકાર ધ્વારા વહીવટી તંત્રને પારદર્શક, સંવેદનશીલ અને વેગવંતુ બનાવવાના હેતુથી રાજય સરકારના વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા તંત્ર ધ્વારા અનેકવિધ યોજનાઓ, સહાયો,જાહેર સેવા ઓને લગતા પ્રશ્નો વગેરે બાબતે કુલ રર સ્ટોલ કાર્યરત કરવામાં આવેલ. સરકારશ્રી નાં જુદા- જુદા ૧૩ વિભાગોની ૫૫ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. જેમાં આધારકાર્ડ નોંધણી, મા અમૃતમકાર્ડ નોંધણી, જન્મ મરણ નોંધણી, સખી મંડળ, જનધન યોજના,મામલતદાર કચેરી ધ્વારા રેશનકાર્ડમાં નામ ફેરફાર, આવક ના દાખલા, જાતીના દાખલા, જુદી- જુદી બેંકો ધ્વારા ખાતા ખોલવા, વિજળીકરણ, સ્વરોજગાર યોજના ગુજરાત એસ.ટી. નિગમ ધ્વારા માસીક પાસ તથા ઓનલાઈન રીર્ઝવેશન વગેરે બાબતોના સ્ટોલ કાર્યરત કરવામાં આવેલ અને વ્યકિતલક્ષી રજૂઆત પણ ધ્યાને લઈ તેનો નિકાલ કરવામાં આવેલ છે તેમજ આ કાર્યક્રમ દરમ્યાન શહેરીજનો ધ્વારા જુદા-જુદા વિભાગોની કુલ-૨૦૪૯ અરજી કરવામાં આવેલ, જેમાંથી તમામ અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા ના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ રાજય સરકારશ્રીના વિવિધ વિભાગના કર્મચારી શ્રીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી હારૂનભાઈ વિહળ દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)