જૂનાગઢ મહાનગર પાલિકા અને કે.જે. હોસ્પિટલ તથા પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

જૂનાગઢ મહાનગરપાલિકા અને કે.જે. હોસ્પિટલ તથા પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે હેપ્પી સ્ટ્રીટ નું આયોજન કરવામાં આવેલ હતું. આ હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, કે.જે હોસ્પિટલના ડાયરેક્ટરશ્રી ભાવિનભાઈ છત્રાળા,પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા, કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ,નાયબ કમિશનર શ્રી એ.એસ.ઝાંપડા, સેની.સુપ્રિ.શ્રી કલ્પેશ જી ટોલિયા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના અભિનેતાશ્રી સુંદરલાલ તેમજ કે.જે હોસ્પિટલ ના ડોકટરશ્રીઓ તથા સ્ટાફ દ્વારા લીલી ઝંડી આપી હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમમાં મહાનગર પાલિકા, જૂનાગઢ દ્વારા સ્વચ્છતા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્વચ્છતા નાટક, સ્વચ્છતા ડાન્સ અને સોર્સ સેગ્રીગેસન તેમજ ડોર ટુ ડોર અવેરનેસ,ઝીરો વેસ્ટ અવેરનેસ જેવા કાર્યક્રમો સુપરવાઈઝરશ્રી રાજેશભાઈ ત્રિવેદી,ધર્મેશભાઈ ચુડાસમા મનીષભાઈ દોશી અને ભરતભાઈ ગૌસ્વામી,શહેરના વિવિધ વોર્ડના એસ.આઇશ્રીઓ, સફાઈ કર્મચારીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.જે લગભગ વીસ હજાર શહેરીજનો દ્વારા નિહાળવામાં આવ્યા હતા.

જેમાં સિનિયર સિટીઝન, અંધજન મહિલા મંડળ,રોટરી ક્લબ,વિવિધ શાળા,કોલેજો, મીડિયા તેમજ વિકલાંગ બાળકો ની સંસ્થા વગેરે સંસ્થાઓએ ભાગ લીધેલ હતો.આ કાર્યક્રમમાં યોગા, મ્યુઝિક, નાટક, ડાન્સ ગરબા,ધમાલ ગલી, ડ્રોઈંગ કૉમ્પીટીશન જેવા કાર્યક્રમો યોજવામાં આવેલ હતા. જેમાં બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement