જૂનાગઢ
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોલ, હાઈરાઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળોમાં બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર,ફાયર એન.ઓ.સી.ની સઘન ચકાસણી.
શહેરમાં સાત શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર એન.ઓ.સી. પૂર્ણ થતા સ્થળ પર જ ફાયર સેફટી પોર્ટલ પર રીન્યુ કરવા માટે તાલીમ અપાઈ
તા.૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોન માં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મોલ, હાઈરાઈઝ બિલ્ડીંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગ, હોસ્પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, સિનેમા ગૃહ, શોપીંગ કોમ્પલેક્ષ, અન્ય બહુમાળી બિલ્ડીંગો, ધાર્મિક સ્થળો અને જે જગ્યાએ વધુ લોકોને અવર જવર થતી હોય તેવા તમામ સ્થળો પર બાંધકામ પરવાનગી,બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર,ફાયર એન.ઓ.સી. તેમજ મહાનગર પાલિકા ધ્વારા આપવામાં આવતા અલગ અલગ પરવાના તથા બિલ્ડીંગ સ્ટ્રકચર (કાયમી તથા હંગામી) વગેરે બાબતોની તપાસ/ ચકાસણી કરવામાં આવી રહી છે.
જૂનાગઢ મ.ન.પા .દ્વારા તમામ જગ્યાએ ફાયર સેફટી ફરજિયાત….
શહેરમાં આજતા.૫/૬/૨૦૨૪ ના રોજ શૈક્ષણિક સંસ્થાઓની ફાયર સેફટી તપાસ કરવામાં આવી જે પૈકી પાંચ શાળાઓ પાસે ફાયર એન.ઓ.સી. ચાલુ છે. તેમજ સાત શાળાઓની ફાયર એન.ઓ.સી. (૧) કાઠી સમાજ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, (૨) બ્લીસ એકેડેમી (કલાસીસ) (૩) એન.બી. કાંબલીયા (૪) બંસીધર વિદ્યાલય (૫) સેન્ટઝેવિયર્સ પબ્લિક સ્કુલ (૬) સેન્ટ ઝેવિયર્સ ઈંગ્લીસ સ્કુલ (૭) વેલકમ પ્રાઈમરી સ્કુલની મુદત પૂર્ણ થયેલ હોવાનું જોવા મળતા તેઓને ફાયર સેફટી પોર્ટલ પર રીન્યુ કરવા તાલીમ આપવામાં આવી તથા રીન્યુઅલ પ્રક્રિયા પૂર્ણ કરી એન.ઓ.સી.ની નકલ ફાયર શાખામાં રજુ કરવા તાકીદ કરવામાં આવી તેમ મનપા એક યાદીમાં જણાવેલ છે.
અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)