મહાનગરપાલિકા,જૂનાગઢના કમિશનરશ્રી ડો .ઓમ પ્રકાશ અને ડેપ્યુટી કમિશનરશ્રી ડી .જે .જાડેજા ની સૂચના અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ શ્રી કલ્પેશભાઈ ટોલિયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ 21-01-2025 ના રોજ જૂનાગઢ શહેર દીવાન ચોક વિસ્તારમાં આવેલ પંજાબ નેશનલ બેંક ને ગંદકી સબબ નો રૂપિયા 5,000 પાંચ હજાર નો દંડ ફટકારવામાં આવેલ છે,જૂનાગઢ ના તમામ વિસ્તારમાંથી પાનના ગલા તેમજ જાહેરમાં કચરો ઠાલવનારા આસામીઓને ગંદકી કરવા સબબ અગાઉ પણ દંડની કાર્યવાહી કરવામાં આવેલ મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા અગાઉ પણ અપીલ કરવામાં આવેલ અને ફરીથી અપીલ કરવામાં આવે છે કે ગંદકી અને કચરો જાહેરમાં કે રસ્તા પર ફેંકવો નહિ ડસ્ટબિનમાં રાખવા તેમજ ડોર ટુ ડોર વાહનમાં જ સુકો ભીનો કચરો અલગ રાખી આપવા વિનંતી કરવામાં આવે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ