
જૂનાગઢ જીલ્લો વિશાળ દરિયા કિનારો ધરાવે છે અને મોટા પ્રમાણમાં માછીમારી માટે બોટો દરિયામાં જાય છે. જેથી બોટો સાથે જતા લોકોની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવા આવશ્યક જણાવતા હોય આથી હું એન.એફ.ચૌધરી જી.એ.એસ. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જૂનાગઢ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ BNSSની કલમ ૧૬૩ હેઠળ મને મળેલી સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લાના વહાણ/બોટ માલિકોએ જ્યારે પોતાનું વહાણ/બોટ માછીમારી માટે દરિયામાં જાય અને વાતાવરણીય કારણસર/ચાંચીયાઓ દ્વારા અપહરણ થવાના કારણસર કે અન્ય કોઈ પણ કારણોસર વહાણ/બોટ ગુમ થાય કે વહાણ/બોટ સાથેનો સંપર્ક નિશ્ચિત સમયગાળા બાદ ન થતો હોય તે અનુસંધાને પત્રક નિભાવવાનું રહેશે.
જેમાં વહાણ/બોટનું નામ તથા નંબર, વહાણ/બોટ માલિકનું નામ તથા સરનામું તથા સંપર્ક નંબર, રવાના થયેલ ટંડેલ/ખલાસીઓ ના નામ તથા સરનામાની વિગત, વહાણ/બોટ રવાના થયાની તારીખ સમય તથા સ્થળ, વહાણ/બોટ પરત આવવાની સંભવિત તારીખ જેવી વિગતો સાથે વહાણ/બોટ માલિકોએ સંબંધિત તમામ સરકારી એજન્સીઓને તે અંગે જાણકારી આપવાની રહેશે. આ જાહેરનામુ તાત્કાલીક અરસથી તા.૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNS, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)