જૂનાગઢ શહેરના કાળવા વોકળામાં તથા આજુબાજુના વિસ્તારમાં ગંદકી ફેલાવતા/ આસામીઓ પાસેથી દંડ વસુલાત કરતું મ.ન.પા.

જુનાગઢ

જૂનાગઢ તારીખ 1 જૂન ના રોજ રાતે માન.કમિશનરશ્રી ડો.ઓમ પ્રકાશ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન વોકળાઓમાં કચરો કરતા અને ન્યુસન્સ ફેલાવતા વેપારીઓ પાસે થી દંડ ની વસુલાત કરવા જણાવવામાં આવતા સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી ટોલિયાના માર્ગદર્શન હેઠળ સેનીટેશન સુપરવાઈઝર અને વોર્ડ એસ આઈ દ્વારા ગઈ રાતે અને આજ સવારે એમ મળી દંડ ની વસૂલાત રૂ.16,600-| સોળ હજાર છસો ની કરવામાં આવેલ જેમાં રેલ્વે સ્ટેશન ચોક અને દોલતપરા રાજકોટ રોડ ઉપર થી આશરે 12 જેટલા વેપારીઓ પાસે થી દંડ ની રકમ સ્થળ ઉપર થી લેવામાં આવેલ.

જૂનાગઢ માં જ્યાં ત્યાં કચરો ફેકતા પકડાયા તો ખેર નહીં દંડ ભરવા તૈયાર રહો..

જેનાથી વોકળામાં કચરો ફેંકતા અને રોડ પર ગંદકી ફેલાવનાર માં ફફડાટ વ્યાપી ગયો હતો.વધુમા મહાનગર પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે શહેર ના તમામ વોંકળાની સફાઈ ચાલી રહી છે ત્યારે આવા તત્વો શહેર ના વોકળા તથા અન્ય સ્થળોએ ગંદકી ફેલાવતા જણાશે તો એમની સામે કડકમાં કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર છે તેમ મનપા એ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)