જૂનાગઢ શહેરમાં રોગચાળો અટકાવવા સઘન સફાઈની સાથે ૨૫૦૦ કિલો ચૂના મિશ્રિત મેલોથિયોન પાવડરનો છંટકાવ.

જૂનાગઢ

જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના પગલે રોગચાળો ન ફેલાય તે માટે સઘન સફાઈની સાથે છેલ્લા બે દિવસમાં ચૂના સાથે મિશ્રિત મેલોથિયોન પાવડરનો ૧૦૦ થેલી એટલે કે ૨૫૦૦ કિલોનો છંટકાવ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાના તમામ ૧૫ વોર્ડમાં સફાઈ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરમાં ૬૫૦થી વધુ સફાઈ કર્મીઓ દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી છે. ૫૦ જેટલા સફાઈ કર્મીઓ દ્વારા રાત્રિના સમયે પણ સફાઈ કરવામાં આવી રહી છે. કચરો ડમ્પ થાય છે તેવા શહેરના ૧૪૦ પોઈન્ટ પણ ચોખ્ખા કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત ૭૫ રીક્ષા મારફત ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવી રહ્યું છે.

જેટિંગ મશીન દ્વારા ગટરની પણ સાફ-સફાઈ કરવામાં આવી છે, ઉપરાંત જેસીબી મશીન, ટ્રેક્ટર, સુપડી વગેરે સાધનો દ્વારા શહેરમાં સાફ સફાઈ કરવામાં આવી છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)