જૂનાગઢ .
રાજકોટ ખાતે ગેમઝોનમાં લાગેલ વિકરાળ આગ માં જીવ ગુમાવનારા હુતાત્માનાં આત્માની શાંતિ અર્થે જુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ/ભાવાંજલિ કાર્યક્રમ સાથે હનુમાન ચાલીસા/રામધૂન અને મહામૃત્યુંજય મંત્રોચ્ચાર દ્વારા શ્રદ્ધાજલી અર્પણ કરવામાં આવી હતી.
સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી પ્રફુલભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં શોકાંજલિ અર્પણ કરી દુઃખ ગ્રસ્ત પરિવારજનો પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી.
જુનાગઢ મહાનગરમાં વસતા બ્રહ્મ સમાજના ભાઈ બહેનો દ્વારા રણછોડ નગર આત્મેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ શહેરમાં ગેમઝોનમાં વિકરાળ આગ લાગતા અનેક પરિવારોના વહાલ સોયા સ્વજનોએ જીવ ખોવાનો વારો આવ્યો હતો. આ દુર્ઘટનામાં જે વ્યક્તિઓના જીવ આહુત થયા છે તેવા મૃતાત્માઓને ઇશ્વર સદગતિ પ્રદાન કરે એ ભાવ થી જુનાગઢ બ્રહ્મ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે બ્રહ્મ સમાજ સત્સંગ મંડળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ સાથે મહામૃત્યુંજયના જાપ જપીને શાંતિ મંત્ર સાથે સદગત આત્માના મોક્ષના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અને શોક ગ્રસ્ત પરિવારના પરિજનોને આ વિપદ પળોમાંથી બહાર આવે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જૂનાગઢનું ઘરેણું કહી શકાય તેવા જૂના જનસંઘી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીવનના છેલ્લા શ્વાસ સુધી કાર્યકર રહ્યા હતા તેવા પૂર્વ ધારાસભ્ય રત્નાભાઇ મનજીભાઈ ઠુંમરના દેહાવસાન થવાથી દેશે એક મૂલ્યનિષ્ઠ વ્યક્તિત્વ ગુમાવ્યાનો રંજ વ્યક્ત કરીને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ ત્રિવેદીએ સદગત રત્ના બાપાનાં આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
બ્રહ્મ સમાજના ભાઈ બહેનો દ્વારા આગામી ત્રીજી જૂને શાપુર ખાતે ભયંકરનાથ મહાદેવના સાનિધ્ય સત્સંગ ભજન સંધ્યા નો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે તે પ્રસંગે બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ ત્રિવેદીએ સર્વ સમાજના સત્સંગી ભાઈ બહેનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવસભર આમંત્રણ પાઠવ્યુ છે, અને ભારતીય સંસ્કૃતિને સાંજે તે રીતે સત્સંગ સભામાં ઉપસ્થિત રહી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવા અનુરોધ કર્યો હતો. આવનારા દિવસમાં મધુરમ વિસ્તારના એકનાથ મહાદેવના સાનિધ્ય એક સત્સંગ સભા યોજાશે જે નવમી જૂને સાંજે સાત કલાકે ભજન અને સત્સંગ ના રૂપમાં મળશે
જૂનાગઢમાં વસતા સર્વ સમાજના કેટલાક ગરીબ પરિવારને આર્થિક રીતે ઉપયોગી થઈ શકાય તે માટે ગરીબના ઘરમાં ચૂલો જલતો રહે અને તેમના ઘરે ઘરમાં પરિવારજ નોને ભોજન માટે કોઈ ચિંતા ના રહે તે માટે બ્રહ્મ સમાજના આ વરિષ્ઠ નાગરિકો દ્વારા અન્ન કીટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનમાં જૂનાગઢના નગરજનોને સહયોગી બનવા પણ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ ત્રિવેદીએ ભાવસભર આમંત્રણ પાઠવી જણાવ્યું છે કે જુનાગઢના જે ગરીબ પરિવારો છે તે પરિવારોના ઘરે રાશનની એક કીટ બનાવી અને તેમને પહોંચતી કરવાનું જ્યાં લક્ષ છે જે સત્કાર્યમાં સર્વ યોગદાન આપે અને ગરીબના ઘરમાં ચૂલો ન ઓલવાય તે દિશામાં આપણે જાગૃત બની તેમને સહયોગી બનીએ તેઓ અનુરોધ કર્યો હતો. શોકાંજલિ કાર્યક્રમ બાદ આત્મેશ્વર મહાદેવની આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી પ્રફુલભાઈ ત્રિવેદીએ શંખનાદ કરીને સેવા કાર્યની સરવાણીમાં સૌને સહયોગી બની રહેવા મહાદેવના સાનિધ્ય આહવાન કર્યું હતું.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)