જૂનાગઢ A-Division પોલીસ દ્વારા ચોરી ગયેલ મો.સા. અને ચાર મોબાઈલ સાથે રૂ. 94,000 ના મુદામાલ સાથે આરોપી ઝડપી પાડાયો.

જૂનાગઢ: શહેરમાં મિલકત વિરુદ્ધના ગુનાહો especially ચોરી, લૂંટ અને ઘરફોડના બનાવોને ઝડપી શોધવા માટે પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાંજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા સતત માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી રહી છે.

જે અનુસંધાને, નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ, A-Division પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.કે. પરમાર અને તેમના સ્ટાફ દ્વારા શહેરમાં સક્રિય ચોરવિશે હકીકત આધારિત બાતમી મળી હતી.

તા. 12/07/2025ના રોજ, ASI ભદ્રેશભાઇ રવૈયા તથા ગુનાનીવારણ સ્કોડના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે પો.કોન્સ અજયસિંહ ચુડાસમા અને જયેશભાઇ કરમટાને જાણકારી મળી કે કાળા ટી-શર્ટમાં એક શંકાસ્પદ ઇસમ લાલ કલરની મેસ્ટ્રો મો.સા. લઈને અજાદ ચોક તરફ જઈ રહ્યો છે.

પોલીસે તરત તેને અટકાવ્યો તો તેની પાસે ચાર મોબાઇલ મળ્યા હતા. આરોપી કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો નહિ અને ન તો મો.સા.ના દસ્તાવેજો રજૂ કરી શક્યો.

છટકારા ના મળતા તેણે મો.સા. તથા મોબાઇલ ચોરીના હોવાનુ કબૂલ્યું. પોલીસે આરોપી પાર્થ જેન્તિભાઇ વાઘેલા (ઉ.વ. 22) રહે. જોષીપરા – નવરંગ સ્કૂલ નજીક -ને રોકડ કિંમત રૂ. 94,000 ના મુદામાલ સાથે પકડી પાડ્યો.

🔹 મુદામાલ વિગતવાર:

  1. Hero Maestro મો.સા. (GJ-11-BK-9712) – ₹30,000

  2. Oppo મોબાઇલ (વાદળી) – ₹10,000

  3. Vivo મોબાઇલ (સ્કાય બ્લૂ) – ₹19,000

  4. Oppo મોબાઇલ (સ્કાય બ્લૂ) – ₹24,000

  5. Oppo મોબાઇલ (સફેદ) – ₹11,000

🛡️ પ્રશંસનીય કામગીરી કરનાર સ્ટાફ:
પો.ઈન્સ. આર.કે. પરમાર, ASI ભદ્રેશભાઇ રવૈયા, ASI પંકજભાઈ સાગઠીયા, પો.હે.કો. ટી.બી. સિંધવ, પો.કો. કલ્પેશભાઈ ચાવડા, જીગ્નેશભાઈ શુકલ, વિક્રમભાઈ છેલાણા, નીતિનભાઈ હીરાણી, અજયસિંહ ચુડાસમા, જયેશભાઈ કરમટા, નરેન્દ્રભાઈ બાલસ, જુવાનભાઈ લાખણોત્રા

આમ, જુનાગઢ પોલીસના ઝડપી પગલાં અને અસરકારક કામગીરીથી શહેરમાં વધતી ચોરીઓને લગામ લાવવા વધુ એક સફળતા મળી છે.

 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ.