જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરશ્રી ડો.ઓમ પ્રકાશ ના આદેશ અને નાયબ કમિશનરશ્રી ઝાપડા તથા શ્રી જાડેજા ની સૂચના મુજબ જી.આઈ. ડી .સી.બે વિસ્તાર માં પ્લોટ નં.૨૨૦ માં શ્રી ઇન્ડસ્ટ્રીઝ ને શીલ મારવામાં આવેલ જે જૂનાગઢ જી.પી.સી.બી ના નિયુક્ત કરેલ અધિકારી શ્રી ની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે , આસી.કમિશનરશ્રી જે .પી.વાજા અને સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી શ્રી કલ્પેશ ટોલિયા ની ટીમના સુપરવાઈઝર મનીષ દોશી ની ટીમ ની હાજરી માં પ્રતિબંધિત પ્લાસ્ટિક નો કુલ જથ્થો ૧૧૩૦ કિલો અને ૨૫૦ ગ્રામ જપ્ત કરવામાં આવેલ અને સ્થળ ઉપર જ એક લાખનો દંડ વસૂલવામાં આવેલ આ આગાઉ પણ જૂનાગઢ મનપા કમિશનરશ્રી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ ફરીથી આ માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક નો વપરાશ કરતા સંગ્રહ કરતા બનાવતા ને કડક સૂચના સાથે દંડની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને સરકારશ્રીના જાહેરનામાં મુજબ સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ નહિ કરવા જણાવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)