જૂનાગઢ ST મજૂર મહાજન યુનિયનના નવા કાર્યકારી પ્રમુખ તરીકે અર્પિત ભરાઈની વરણી.

આજરોજ જૂનાગઢ વિભાગ મજૂર મહાજન યુનિયનની વર્ષ 2025-26 માટેની કારોબારી મિટિંગ માંગરોળ ખાતે ફેડરેશન પ્રમુખ ઇન્દ્રજીતસિંહ બાપુની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મિટિંગમાં વિભાગના દરેક ડેપો પરથી આગેવાનો અને ટેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મિટિંગ દરમિયાન વર્તમાન કાર્યકારી પ્રમુખ દાનાભાઈ મુછાળ પોતાની નિવૃત્તિને લઈને હોદ્દા પરથી વિદાય લીધી હતી. આ પ્રસંગે તેમને સન્માન સમારંભ દ્વારા વિદાય આપવામાં આવી હતી. તેમના યોગદાન માટે સૌએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

સ્થળ પર આજે જૂનાગઢ વિભાગના નવા કાર્યકારી પ્રમુખ તરીકે અર્પિતભાઈ ભરાઈની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી. ફેડરેશન પ્રમુખશ્રીએ તેમનું નામ જાહેર કરતા મોજુદા હોદેદારોએ ઉલ્લાસભેર વધામણા આપ્યા અને અર્પિતભાઈને શુભકામનાઓ પાઠવી હતી.

તેમજ જૂનાગઢ વિભાગના મહામંત્રી તરીકે હાલ ફરજ બજાવતા પ્રફુલભાઈ સોલંકીની કામગીરી અને શ્રમિકો સાથેના જોડાણને ધ્યાનમાં રાખીને તેમને જ આગામી કાર્યકાળ માટે ફરીથી મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

યુનિયનના આ નવા હોદ્દાધારીઓની વરણી સાથે સમગ્ર કાર્યક્રમ ઉજવણીમય માહોલમાં સમાપ્ત થયો.

અહેવાલ : રાવલિયા મધુ, કેશોદ