જેતપુરના અકાળા ગામમાં સિહ પરિવારે ગાયનું મારણ કર્યાની ધટના સી.સી.ટીવી માં કેદ

જેતપુર

જૂનાગઢ જિલ્લાના જંગલ નજીક આવેલા ગામોમાં સિંહ ઘૂસવાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે જેતપુર તાલુકાના અકાળા ગામમાં રાત્રિના સમયે શિકારની શોધમાં સિંહ પરિવાર આવી પહોંચ્યા હતા અને એક ગાયનો શિકાર કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અકાળા ગામની શેરીમા સિંહ પરિવાર શિકારની શોધમા આવી ચડ્યા હતા. ગામની બજારોમાં રાત્રીના સમયે લટારો મારી ફરતા જોવા મળ્યા હતા.અને સિંહના મારણ કર્યું ના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સિંહોએ શિકાર કરવા ગામની ચારે તરફ લટારો મારી હતી અને એક ગાયનું શિકાર કર્યો હતો.ગામમાં ઘૂસી આવેલા સિંહે શિકાર કર્યાના સીસીટીવી વાઈરલ થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.તેમજ આ ઘટનાને લઇને અકાળા ગામના લોકોનુ કહેવું છે કે ગામના ખેડૂતોના ખેતરોમાં રખોલા કરવા જવું મુશ્કિલ છે તેમજ ખેતરો અને સીમ વિસ્તારોમાં ખુલ્લા કુવા આવેલ હોય તો વન વિભાગ દ્વારા જારીઓ લગાવવામાં આવે તેવી માંગ કરી છે

ઉલેખનીય છે કે ભૂતકાળમાં પણ અકાળા ગામમાં સિંહ ઘૂસી આવ્યા હતા અને પશુનો શિકાર કર્યો ધટના બની છે.ત્યારે ફરી એકવાર ગત રાત્રીના અકાળા ગામમાં સિંહ ઘૂસી આવ્યાની ઘટના બનતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

અહેવાલ:- કરણ સોલંકી (જેતપુર)