જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસેથી ઇકૉ કારમાંથી 228 બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટનો શખ્સ પકડાયો.

રાજકોટ

રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પીઠડીયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલી કાર સાથે રાજકોટના રૈયા રોડ પર રહેતા શખસને ઝડપી લીધો હતો.પોલીસે કારમાંથી રૂપિયા ૮૫,૫૦૦ ની કિંમતનો ૨૨૮ બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. દારૂનો આ જથ્થો મોબાઇલ ફોન અને કાર સહિત કુલ રૂપિયા ૫.૦૫ લાખના મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આરોપીની પૂછતાછ કરતા રાજકોટ અને ચોટીલાના શખસનું નામ ખુલતા પોલીસે આ બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે વીરપુર નજીક પીઠડીયા ટોલનાકા પાસે શંકાસ્પદ ઇકો કાર અટકાવી હતી. પોલીસે આ ઇકો કારની તલાસી લેતા તેમાંથી દારૂની ૨૨૮ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે કારચાલક ક્રિશ કિશોરભાઈ ભાલારા(ઉ.વ ૧૯ રહે. બ્રહ્મસમાજ ચોક, જ્ઞાનજીવન સોસાયટી શેરી નંબર ૨, રૈયા રોડ, રાજકોટ) ની અટક કરી હતી.

પોલીસે દારૂનો હાજર થયો મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂપિયા ૫.૦૫ લાખના મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલા શખસની પોલીસે પૂછતાછ કરતા દારૂ પ્રકરણમાં રાજકોટમાં રહેતા રાહુલ જીતુભાઈ વાણીયા અને ચોટીલામાં રહેતા કુલદીપ ઉર્ફે લાંબોનું નામ ખુલતા ત્રણેય સામે ગુનો નોંધી અન્ય બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અહેવાલ :- કરણ સોલંકી (રાજકોટ)