જેતપુર
જેતપુર તાલુકાના રૂપાવટી ગામે ફુલઝર નદીમાં 26 વર્ષીય યુવક ગામના સ્મશાન પાસે બેઠી ધાબી પરથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન પાણીના પ્રવાહમાં યુવક ગરકાવ થયો હતો જેમની બે દિવસની શોધખોળ બાદ આજ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર પંથકમાં અવિરત મેઘ મહેરના કારણે નદી નાળાઓ બે કાઠે જઈ રહ્યા છે. આ વચ્ચે તાલુકાના રૂપાવટી ગામે તારીખ 26 ની મોડી સાંજે ગામના સ્મશાન પાસે આવેલી ફુલઝર નદીની બેઠી ધાબી પરથી 26 વર્ષીય યુવાન પિયુષ મગનભાઈ સાદીયા પાણીના પ્રવાહમાં આકસ્મિક પડી જવાથી ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. જેમની જાણ ગ્રામજનોને થતા સરપંચે મામલતદાર તેમજ ડિઝાસ્ટર ટીમને જાણ કરતા સતત બે દિવસથી તેની શોધખોળમાં એસ ડી આર એફ ની ટીમ, મામલતદાર જેતપુર તાલુકા તેમજ જેતપુર પાલિકાની ટીમ દ્વારા ખડેપગે રહી સતત રાત દિવસની શોધખોળ બાદ આજે સવારે ચેકડેમ નજીકથી આ યુવાનો મુતદેહ મળી આવ્યો હતો યુવકને મૃતદેહને જેતપુર સિવિલ હોસ્પીટલ પોસ્ટમોર્ટમમાં ખસેડવામાં આવ્યો હતો નાની ઉંમરના યુવાનનું આકસ્મિક અવસાન થતા જેતપુર તાલુકાના ગામોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)