જેતપુરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને જેતપુર પોલીસે ઝડપી લીધા.

જેતપુર

શ્રાવણ માસમાં આવતા જ જુગારની મોસમ ખીલી હોય એમ રહેણાક મકાન તો જાહેરમાં જુગાર રમી રમાતો હોય ત્યારે પોલીસ પણ જુગારના દૂષણને દામી દેવા સતર્ક બની હોય છે. ત્યારે જેતપુર સિટી પોલીસે ખાનગી બાતમીદાર મારફતે જેતપુરના અમરનગર રોડ, નવરંગ બંગલા પાછળ, શુકન એપાર્ટમેન્ટ પાસે જાહેર રોડ ઉપર જૂગાર રમતા ત્રણ શખ્સોને .રૂ.૬૦,૨૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા

મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય એસપીની તથા જેતપુર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક પ્રોહીબીશન તેમજ જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના કરેલ જે અંગે જેતપુર સિટી પોલીસના પી.આઇ.એ.ડી.પરમાર ના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટેશન ટીમ ગણનાપાત્ર કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન સર્વેલન્સ ટીમને ખાનગી બાતમીદાર મારફતે અગાઉથી હકીકત મળેલ હતી જે કે અમરનગર રોડ, નવરંગ બંગલા પાછળ, શુકન એપાર્ટમેન્ટ પાસે જાહેર રોડ ઉપર જુગાર રમતા હોય જે હકીકતના આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા (૧) પ્રકાશભાઇ મહેશભાઇ પાંભર, (૨) ભાવિનભાઇ મુકેશભાઇ પીઠવા, (૩) હાર્દિકભાઇ ભીમજીભાઇ પાંભર, (ત્રણેય રહે. જેતપુર.) ને રોકડ રૂ.૧૦,૨૩૦ તેમજ મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૫૦,૦૦૦, મળી કુલ મુદામાલ કિ.રૂ.૬૦,૨૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી હતી

અહેવાલ :- કરન સોલંકી (જેતપુર)