જેતપુરમાં બીએસએનએલના મોબાઈલ ટાવરોમાંથી કેબલ કાપી કોપર વાયરો અને એલ્યુમિનિયમ ની પેટીઓની ચોરી કરતા બે શખ્સોને એલસીબીએ ઝડપી લીધા.

જેતપુર

જેતપુરમાં બીએસએનએલ કચેરીના સબ ડિવિઝનલ એન્જીનીયર વિશાલ રાંકે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ કે, તેઓના તાબા હેઠળના જેતલસર ગામના બીએસએનએલના ટાવરમાંથી ગત તા. ૨૬ જુલાઈની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમો કોપરના કેબલમાંથી ૧૨૦ ફૂટ જેટલો કેબલ કાપીને ચોરી કરી ગયેલ.

આવી જ રીતે ફરેળી ગામેથી પણ કેબલ અને એલ્યુમિનિયમની પેટી ચોરાયાની ફરીયાદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં થયેલ. જેના કારણે એલસીબીએ આ તપાસમાં જુકાવતા કેબલ ચોર અંગે બાતમી મળેલ કે મેરવદર ગામ પાસે આ કેબલ ચોરીને અંજામ આપનાર શખ્સો છુપાયેલ છે. જેથી એલસીબીએ ત્યાં છાપી મારી રાજ ઉર્ફે રોકી જગદીશભાઈ મેઘનાથી અને મોહિત ઉર્ફે લાલો રતીભાઈ દેત્રોજા રહે બંને, કેવદ્રા તાલુકો કેશોદવાળાની ધરપકડ કરી હતી. અને તેઓની પાસેથી કોપર કેબલ વાયર કિંમત રૂપિયા ૨૬ હજાર, એલ્યુમિનિયમની પેટીઓ નંગ -૩ કિંમત રૂપિયા ૨૪ હજાર સાથે કુલ ૧,૦૭,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓ કેબલ ચોરી જેતપુર, ઉપલેટા, ધોરાજી અને કુતિયાણામાં આવી રીતના જ કોપર કેબલ કાપીને ૮ જેટલી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)