જેતપુર નવાગઢ નગરપાલિકા ની ધોળ બેદરકારી ટીપરવાન પાછળ આ રીતે કોથળા રાખવા એ નિયમ ભંગ ન કહેવાય ?

જેતપુર

જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા ઘેર-ઘેરથી કચરો ઉપાડવા કોન્ટ્રાકટ આપેલ છે. આવા કોન્ટ્રાકટરો દ્વારા ટીપરવાન (કચરા ગાડી) દ્વારા ઘેર-ઘરેથી કચરો લઈને કોર્પોરેશની ડપીંગ સાઇડ પર પહોંચાડવામાં આવે છે. આવી ગાડીઓમાં ભીનો અને સુકો કચરો અલગ રાખવાની પણ સુવિધા છે.

છેલ્લા ઘણા સમયથી કચરાના પાતળા પ્લાસ્ટીકના કોથળા ટીપરવાનના પાછળ લટકાવી તેમાં પણ કચરો ભરવામાં આવતો હોય છે ઘણી વખત આવા પાતળા પ્લાસ્ટીકના કોથળા વધુ પડતા કચરાના વજનને કારણે રસ્તા પર પડી ગયાના પણ બનાવ બનવા પામેલ છે…. તેમજ ઘણી ટીપરવાનની પાછળ નિયમ મુજબ નંબર પ્લેટ પણ જોવા મળતી નથી. કુલ સ્પીડમાં જતી ટીપરવાનમાં જયારે આવા પાછળ રાખેલા કોથળા અચાનક રસ્તા પર તૂટીને પડી જાય છે ત્યારે ટીપરવાનની પાછળ જતા વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ ઉભું કરે છે આવા કોથળા પર કોઈ વાહન ચડી જાય તો ગંભીર અકસ્માત પણ થઇ શકે

છે. નવાઈની વાત તો એ છે કે આખા જેતપુર શહેરમાં દોડતી તમામ કચરા ગાડીમાં આવી રીતે કચરો ભરવા માટે કોથળા ટીંગાડવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે શું કોર્પોરેશનને કોન્ટ્રાકટરોને પાછળ આવા કોથળા લટકાવવા મંજુરી આપી છે ? જો મંજુરી આપી હોય તો નિયમભંગ ન કહેવાય ? ફુલ સ્પીડે જતી ગાડીમાંથી કચરો ભરેલો – કોથળો રસ્તા પર કચરાના વજનને કારણેપડી જાય છે અને પાછળ આવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનશે તેની જવાબદારી કોની રહેશે. આવા અનેક પ્રશ્નો નગરજનોના મનમાં ધુમરી રહ્યા છે. મ્યુ. કમિશનરે તાત્કાલીક અસરથી આવી રીતે કચરાગાડીમાં પાછળ કોથળા લટકાવવા પર રોક લગાવવા કોન્ટ્રાકટરને સુચના આપવી જોઇએ અને તેમ છતાં જો કોન્ટ્રાકટર આ પ્રવૃતિ ચાલુ રાખે તો સીસીટીવી કેમેરા દ્વારા તેમની સામે કેસકરી દંડ વસુલ કરવો જોઇએ. અત્યારે તો કોઈપણ વોર્ડમાંથી નીકળતી ટીપરવાનમાં પાછળ કોથળા લટકાવેલ ન હોય તેવી ગાડી જોવા જ મળતી નથી શા માટે આવા કોથળા ગેરકાદેસર લગાવવામાં આવે છે તેનો ખુલાસો પણ કોન્ટ્રાકટર પાસે માંગવો જોઇએ.

લોકમુખે એવી પણ ચર્ચા થતી જોવા મળે છે આવી ટીપરવાનમાં પાછળ જે કોથળા ટીંગાડવામાં આવે છે તેમાં ફકત પ્લાસ્ટીકના ડબા-બોટલો તેમજ પુંઠા- કાર્ટુન જ ભરવામાં આવે છે અને કેટલાક ટીપરવાન વાળા આવા કોથળામાં અલગ રાખેલા પુંઠા અને પ્લાસ્ટીકનો ભંગાર બારોબાર વહેચીને રોકડી કરી લેતો હોય છે આ બાબતે પણ તપાસ કરવી જરૂરી છે. ઘણી ટીપરવાનો ભંગારના ડેલે (ખાનગી માલીકી) ઉભેલી જોવા મળે છે તો ખાનગી ભંગારના ડેલાવાળા તો આ → ભંગાર સસ્તા ભાવે ખરીદી નથી રહ્યા ને તેની પણ જરૂર જણાય તો કોર્પોરેશનના – અધિકારીઓએ ખાનગી રાહે તપાસ – કરાવવી જોઇએ.

છાસવારે અકસ્માત સર્જતી નંબર પ્લેટ વિનાની અનેક ટીપરવાન રસ્તા ઉપર ભયજનક રીતે નિકળે છે

અહેવાલ:- કરણ સોલંકી (જેતપુર)