જેસીઆઈ જુનાગઢ દ્વારા વિકલાંગ દીકરીઓ માટે ભજીયા પાર્ટીનું આયોજન કરાયું.

જૂનાગઢ

સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ, માખિયાળા ખાતે સંસ્થામાં રહેતી અતિ વિકલાંગ દીકરીઓ તથા સંસ્થાના કર્મચારીઓ માટે વરસાદી માહોલમાં જુનાગઢ જેસીઆઈ દ્વારા ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવેલ હતું,

જેસીઆઈ જુનાગઢના પ્રમુખશ્રી ચિરાગ કડેચા,ડાયરેક્ટરશ્રી કિશોર ચોટલીયા , વિરલ કડેચા, વિજય ચાવડા, જયેશ ચોકસી વગેરે આ ભજીયા પાર્ટીમાં ઉપસ્થિત રહી પોતાના હાથે પીરસી ને દીકરીઓ ને જમાડવાનો અનેરો આનંદ માણ્યો હતો.

વિકલાંગ સંસ્થાના પ્રમુખશ્રી નીલમબેન પરમાર તથા રેખાબેન પરમાર દ્વારા સંસ્થાની દીકરીઓ માટે કેવી રીતે કાળજી રાખી ઉછેર કરવામાં આવે છે તેની વિશેષ માહિતી આપી સંસ્થાના દરેક રૂમમાં અલગ અલગ પેન્ટિંગ દ્વારા બાળકોને જે પ્રવૃત્તિઓ જેવી કે સંગીત શીખવાડવાનું, આધુનિક સાધનો દ્વારા શારીરિક કસરત કરવાની, શૈક્ષણિક જ્ઞાનની, તેમજ ખાવા પીવાની વ્યવસ્થિત તાલીમ આપી બાળકોનું ખૂબ જ સારી રીતે ઘડતર કરવામાં આવે છે આ બંને બહેનો એવી દીકરીઓ ની સેવા કરે છે કે જેમના મા બાપ પણ તેમને સંભાળી ન શકે તેવી એકદમ વિકલાંગ દીકરીઓની નિસ્વાર્થભાવે સેવા કરે છે,

આ તકે ઉપસ્થિત સર્વ જેસી મેમ્બરો દ્વારા સંકલ્પ કરવામા આવ્યો કે વર્ષમાં એક વખત જન્મદિવસ, લગ્ન દિવસ, કે બાળકોના જન્મદિવસ નિમિત્તે અહીંયા આવી આ બાળકોની સાથે વિતાવવો જેથી આપણા પરિવાર તેમ જ બાળકોને પણ સેવાકીય પ્રવૃત્તિઓ માંથી પ્રેરણા મળે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)