જૂનાગઢ
૧૫મી ઓગસ્ટ ના સ્વાતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે જ્યારે આખો દેશ દેશભક્તિના રંગે રંગાયેલો છે ત્યારે જેસીઆઇ જુનાગઢ દ્વારા તેજસ પ્રાઇમરિ સ્કૂલ ખાતે સ્વાતંત્ર દિવસની નિવૃત્ત સૈનિક શ્રી નંદાણીયા સાજણવીરા ના હસ્તે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
પ્રિન્સિપાલ મેડમ શ્રીમતી રૂપલબેન વેગડ દ્વારા બધાનું સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ ડાયરેક્ટર જેસી કિશોરભાઈ ચોટલીયા દ્વારા નિવૃત્ત ફોજી શ્રી નંદાણીયા સાજણવીરા નો પરિચય આપ્યો હતો. ત્યારબાદ શ્રી નંદાણીયા સાજણવીરા દ્વારા પોતે 24 વર્ષ સૈન્યમાં કેવી રીતે વિતાવ્યા તેની વિસ્તૃત માહિતી આપી હતી જે વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે ગ્રહણ કરી અને તાલીઓના ગડગડાટ સાથે વધાવી હતી. જેસી ચિરાગ કડેચા, જેસી કિશોર ચોટલીયા જેસી ગોપાલ હિંડોચા તથા નિવૃત્ત આર્મી મેન નંદાણીયા સાજણવીરા દ્વારા આ કાર્યક્રમને અનુરૂપ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.
જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીત તથા આઝાદી ના લડવૈયાઓ વિશે પોતાની આગવી શૈલીમાં દેશભક્તિ રજૂ કરી હતી.કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે જેસીઆઇ જુનાગઢ દ્વારા વિદ્યાર્થીઓના પ્રોત્સાહન સ્વરૂપે ભેટ આપી હતી તથા બધા વિદ્યાર્થીઓને ફરાળી ચેવડો તથા પેંડાનો નાસ્તો કરાવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેજસ પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી રૂપલબેન વેગડ, સંચાલક શ્રી કેતનભાઇ વેગડ, અને શ્રી તેજસભાઈ વેગડ તથા તેમનો સ્ટાફ તથા જેસીઆઈ જુનાગઢ ના પ્રમુખશ્રી ચિરાગ કડેચા,જેસી કિશોર ચોટલીયા, જેસી વિરલ કડેચા, જેસી ગોપાલ હિંડોચા દ્વારા જહેમત ઉઠાવી સફળ બનાવવામાં આવ્યો હતો.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)