ઝઘડિયાની દિવાન ધનજીશા હાઇસ્કુલ ખાતે અધ્યયન આધારિત ટીચર્સ તાલિમનું આયોજન કરવામાં આવ્યું.

ઝઘડિયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દિવાન ધનજીશા હાઇસ્કુલ ખાતે અધ્યયન નિષ્પતિ આધારિત ટીચર્સ તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ ભરૂચ જિલ્લા તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળે માધ્યમિક વિભાગમાં ધોરણ ૯ થી ૧૦ ના વિવિધ વિષયો અંતર્ગત નવી શિક્ષણનીતિને અનુલક્ષીને શિક્ષણકાર્ય ગુણવત્તા સભર બને તે માટે શિક્ષકો વર્ગખંડમાં એજ્યુકેશનલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે તે ઉદ્દેશ્યથી આજરોજ ઝઘડિયાની દિવાન ધનજીશા હાઇસ્કુલ ખાતે અધ્યયન નિષ્પત્તિ આધારિત ટીચર્સ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડીઆઇટી ભરૂચના કન્વીનર ડી.એસ. ભાભોરના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં મળતી વિગતો મુજબ તારીખ ૨૩ મી સપ્ટેમ્બરથી ૨૫ મી સપ્ટેમ્બર દરમિયાન ગણિત વિષયની તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઝઘડિયા ,નેત્રંગ, વાલિયા અને અંકલેશ્વર તાલુકાની વિવિધ માધ્યમિક શાળાઓમાંથી ગણિત શિક્ષકો તાલિમ માટે ઉપસ્થિત રહ્યા, આ તાલિમમાં રિસોર્સ પર્સન /માસ્ટર ટ્રેનર તરીકે હિરેન દેહનીયા, દશરથભાઈ પ્રજાપતિ તેમજ નૂતનબેન દ્વારા સમગ્ર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા દિવાન ધનજીશા હાઈસ્કુલના આચાર્ય મુકેશભાઈ ટેલર દ્વારા શાળામાં તાલીમ વર્ગના વ્યવસ્થાપનનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના શિક્ષકો દ્વારા કાર્યક્મને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)