ઝઘડિયા ખાતે વિધ્યાર્થીઓ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષામાંથી સીબીઆરટી પ્રધ્ધતિ નાબુદ કરી ફોરેસ્ટ ભરતી નોર્મેલાઇઝેશન બાદ ઉમેદવારોના માર્ક પ્રસિધ્ધ કરવા મામલતદારને આવેદન આપ્યું.

ભરુચ

સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ રીસર્ચ એન્ડ ટેકનોલોજી) પ્રધ્ધતિ નાબુદ કરી ફોરેસ્ટ ભરતી નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્કસ પ્રસિધ્ધ કરાય તે માટે વિધ્યાર્થીઓ દ્વારા ઝઘડિયા મામલતદારને આવેદન આપીને માંગ કરવામાં આવી હતી. આવેદનમાં જણાવાયા મુજબ છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા ફોરેસ્ટ,સીસીઇ, સબ ઓડિટર, સિનિયર સર્વેયર,પ્લાનિંગ આસિસ્ટન્ટ, મદદનીશ ઈજનેર, ગ્રાફિક ડિઝાઈનર એમ અલગઅલગ ભરતીઓ સીબીઆરટી પ્રધ્ધતિ દ્વારા લેવામાં આવે છે.

અગાઉ જણાવાયું હતું કે આ મુજબ પરિક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય છે, પરંતુ લેવાયેલ પરીક્ષાઓમાં આ પ્રધ્ધતિ ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે,જ્યારે પેપર ચેક કરવાનું કામ ગુજરાતી ભાષાનો અનુભવ ન હોય તેવા લોકોને સોંપાતા ઘણીવાર અર્થનો અનર્થ થાય એવી ભુલો થાય છે. જ્યારે પરિક્ષાલક્ષી કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે તો કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે,તેથી કોઇ સંતલન જળવાતું નથી. વળી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઇથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જળવતા નથી,તેથી આ નોર્મલાઇઝેશન પ્રધ્ધતિ નુકશાનકારક અને અન્યાય કરતા સાબિત થઇ છે.

ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિધ્ધ થતાં પરિણામમાં ફક્ત નામ પ્રસિધ્ધ કરવામાં આવે છે તેને બદલે દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્કસવાઇઝ પ્રસિધ્ધ કરવામાં આવે. જો અન્ય સંસ્થાઓ ઓફલાઇન મોડથી પરિક્ષા લેતી હોયતો ગૌણસેવા શા માટે ઓફલાઇન મોડથી પરીક્ષા ન લઈ શકે ?એમ વધુમાં જણાવાયું હતું.તેથી સીબીઆરટી પ્રધ્ધતિ દુર કરવામાં આવે તેવી આવેદનમાં માંગ કરવામાં આવી હતી.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)