મુખ્યમંત્રી, કૃષિમંત્રીને લખ્યો પત્ર માં સરકારની મનશા પર ઉઠાવ્યા અનેક સવાલ
ચીફ સેક્રેટરી અને રાજ્યના ખેતી નિયામકને પણ લીધા આડે હાથે
ખરીદી પ્રક્રિયા આયોજન વગર રામ ભરોસે ચાલતી હોવાના આક્ષેપ
ખરીદીની કામગીરી 25 દિવસમાં પૂર્ણ થઈ શકે એમ હતી એ 2 મહિને માત્ર 20% કામગીરી પૂર્ણ કરી
આ જ ગતિએ કામ ચાલે તો બાકી રહેતો ટાર્ગેટ 288 દિવસે પૂર્ણ થશે
160 કેન્દ્ર પર રોજ 100 ખેડૂતોની નિયમિત ખરીદી કરી હોત તો 20-25 દિવસમાં ખરીદીનો ટાર્ગેટ પૂર્ણ થઈ શક્યો હોત
વેપારીઓ માલામાલ, ખેડૂતો પાયમાલ થાય એવી નીતિ થી ખરીદી પ્રક્રિયા ચાલે છે
ભાટિયા કેન્દ્ર છેલ્લા 20 દિવસમાં 7 દિવસ બંધ રહ્યું
બારદાન, ગોડાઉન, ટ્રાન્સપોર્ટેશન, મજૂરો ના અભાવ જેવા બહાના હેઠળ ખરીદી 33% દિવસમાં ખરીદી બંધ રહે છે
સરકાર ખરીદી કરવાની મોટી મોટી જાહેરાતો કરે છે અમલ ગોકળગાય ગતિએ થાય છે
અધિકારીઓને 1% પણ આયોજન આવડતું નથી અથવા યોગ્ય આયોજન ઈરાદા પૂર્વક કરતા નથી
મુખ્યમંત્રી, કૃષિમંત્રી પણ અધિકારીઓની ચૂંગલમાં ફસાયેલા હોય એમ લાગે છે
ખેડૂતો વાતો કરે છે કે”” પોપા બાઈના રાજની જેમ અત્યારે ભોપાભાઈનું રાજ છે”
રજિસ્ટ્રેશન થયેલા 3 લાખ 72 હજાર ખેડૂતોની 13 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા યોગ્ય આયોજન સાથે 160 કેન્દ્રો પર રોજ 100 ખેડૂત લેખે 25 દિવસમાં ટાર્ગેટ પૂર્ણ કરવાની જગ્યાએ બે મહિને પણ 2 લાખ 70 હજાર મેટ્રીક ટન મગફળી ખરીદી કરી શક્યા નથી જો આ જ ગતિએ ખરીદી ચાલુ રહી તો બાકી રહેતો 10 લાખ 30 હજાર મેટ્રિક ટનનો ટાર્ગેટ 288 દિવસે પૂર્ણ થશે જે આપની જાણ બાબ
જય કિસાન સાથ જણાવવાનું કે વર્ષ 2024-25 માટે રાજ્યમાં 13 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદીની મોટી મોટી જાહેરાત સાથે 11 નવેમ્બર 2024 થી 160 ખરીદ કેન્દ્ર પર ખરીદીની પ્રક્રિયા રાજ્ય સરકારે હાથ ધરી હતી રાજ્યમાં કુલ 3 લાખ 72 હજાર ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ આજે બે મહિના વીતવા છતાં કુલ 13 લાખ મેટ્રિક ટન ખરીદી સામે માત્ર 2 લાખ 70 હજાર મેટ્રિક ટન જ મગફળી ખરીદી રાજ્ય સરકાર કરી શકી નથી
દ્વારકા જિલ્લાના ભાટિયા APMC ખાતે ચાલતા ખરીદ કેન્દ્રની છેલ્લા 20 દિવસની ખરીદ પ્રક્રિયા પર નજર કરીએ તો ભાટિયામાં 20 દિવસમાંથી 7 દિવસ તો બારદન નથી એવા બહાના તળે બંધ રાખવામાં આવ્યું મતલબ બહુ સાફ છે કે 33% દિવસોમાં તો ખરીદ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યું છે. જો સરકારની નિયત સાફ હોત ખરેખર 13 લાખ મેટ્રીક ટન ખરીદી કરવા જ સરકાર માગતી હોત તો પ્રોપર આયોજન કર્યું હોત આ આયોજન મુજબ 160 કેન્દ્ર પર રોજના 100 ખેડૂતોની જ મગફળી ખરીદી કરવામાં આવી હોત તો 160(કેન્દ્ર) × 100(ખેડૂતો) = 16000 હજાર ખેડૂતોની મગફળી રોજેરોજ ખરીદી કરી શક્યા હોત એ ગણતરી મુજબ ગુજરાતમાં રજિસ્ટ્રેશન થયેલ કુલ 3 લાખ 72 હજાર ખેડૂતોની મગફળી ખરીદી કરવા 3,72,000(રજીસ્ટર કુલ ખેડૂતો) ÷16,000(રોજના ખેડૂતો) = 23.25 દિવસમાં રજીસ્ટર થયેલા તમામ ખેડૂતોની મગફળી ખરીદાઈ ગઈ હોત.
બીજી રીતે પણ સમજીએ સરકાર એક ખેડૂત પાસેથી વધારેમાં વધારે 200 મણ એટલે કે 4 મેટ્રિક ટન મગફળી ખરીદી કરે છે રોજના 100 ખેડૂતોની મગફળી ખરીદી કરે તો એક કેન્દ્ર પર 400 ટન મગફળી અને 160 કેન્દ્ર પર કુલ રોજ 64,000 મેટ્રિક ટન ખરીદી થાય એ મુજબ 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી કરવામાં કુલ 13,00,000 ÷ 64,000 = 20 દિવસ જ ખરીદી કરવામાં સમય લાગે તેમ હતો…. આ મુજબનું આયોજન કરવાની જગ્યાએ સરકાર ખુદ જાણી જોઈને મગફળી ખરીદી પ્રક્રિયા ઈરાદા પૂર્વક એટલી ધીમી કરી કે ગોકળગાય ગતિ પણ વધારે ઝડપ ગણાય. આવું સરકારે એટલા માટે કર્યું કારણ કે ખેડૂતો ખુલ્લા માર્કેટમાં ઓછા ભાવે વેપારીઓને મગફળી વેચવા મજબુર થાય જેથી વેપારીઓ માલામાલ થાય અને ખેડૂતો પાયમાલ થાય.\
મહોદયશ્રી જો યોગ્ય આયોજન કરવામાં આવ્યું હોત તો રજિસ્ટ્રેશન કરાવેલા 3 લાખ 72 હજાર ખેડૂતોની 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી કરવાનું કામ 20 થી 25 દિવસમાં પૂરું થાય એમ હતું પરંતુ ઈરાદા પૂર્વક, બદ ઈરાદા સાથે કામગીરીમાં નિષ્ક્રિય અને ગોકળગાય ગતિના કારણે આજે 2 મહિના પુરા થવા છતાં પણ 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદીના ટાર્ગેટ સામે માત્ર 2 લાખ 70 હજાર મેટ્રિક ટન પણ મગફળીની ખરીદી કરવામાં સરકાર સફળ થઈ શકી નથી. જો સરકાર આ જ ગતિએ મગફળી ખરીદીનું કામ કરવામાં આવે તો એટલે કે 2 મહિનામાં 2 લાખ 70 હજાર મેટ્રિક ટન તો બાકી રહેલી ખરીદી 10 લાખ 30 હજાર મેટ્રીક ટન ખરીદી કરવામાં કેટલો સમય લાગે ???
2,70,000(60 દિવસમાં ખરીદ કરેલ મગફળી) ÷ 60 (દિવસ) = રોજ 4500 મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી. એ મુજબ હિસાબ કરીએ તો 10 લાખ 30 હજાર મેટ્રિક ટન (ખરીદી બાકી) ખરીદી કરતા કેટલા દિવસ હજુ લાગશે ??? (ખરીદી બાકી) 10,30,000 ટન ÷ (રોજની ખરીદી) 4500 ટન = 288.88 દિવસ હજુ ખરીદી પ્રક્રિયા ચાલુ રાખે ત્યારે ટાર્ગેટ પૂરો થાયમહોદયશ્રી ઉપરોક્ત ગણતરી અને આંકડાઓ સાથે વિગત એટલે આપી છે કે અમને ખેડૂતોને એવું લાગે છે કે આપના ચીફ સેક્રેટરી થી લઈ ખેતી નિયામક સુધીના કલાસ – 1 અધિકારીઓ, તેમના વિભાગના બીજા અન્ય અધિકારીઓ અને તેમના સ્ટાફને ગણતરી કદાચ નહિ આવડતી હોય કેમ કે જો ગણતરી આવડતી હોત તો તમને ખરીદીની જાહેરાતની પ્રેસ કોન્ફરન્સ વખતે નોટ તૈયાર કરીને આપી તે સંપૂર્ણપણે પૂર્વ આયોજન કરી ટોટલ ખેડૂતો, ટોટલ ખરીદી ને ધ્યાને રાખી કેટલા ગોડાઉનની જરૂરિયાત ? કેટલા કેન્દ્ર પર રોજ કેટલા ખેડૂતોની ખરીદી ?? તેની સામે રોજ કયા કેન્દ્ર પર કેટલા વજન કાંટા, મજૂરો, ટ્રાન્સપોર્ટેશન, બારદાન વગેરેની જરૂરિયાત તેનું પ્રોપર આયોજન કરી એ મુજબ તમને પ્રેસ કોન્ફરન્સમાં શું બોલવું તેની પ્રોપર નોટ આપી હોત…. અને એ મુજબ ખરીદી પ્રક્રિયાનું યોગ્ય આયોજન કર્યું હોત…. રોજેરોજ આયોજન મુજબ ખરીદી થાય છે કે કેમ તેની તપાસ કરી હોત… જે કેન્દ્રમાં જે દિવસે ઓછી ખરીદી થઈ હોય ત્યાં રોજ સાંજે ખરીદી કેમ ઓછી થઈ તેના કારણો જાણવાની, તપાસ કરવાની તકલીફ લીધી હોત… પણ આવું કશું જ થયું નહિ અને રામ ભરોસે ખરીદી પ્રક્રિયા ચાલતી રહી.
મહોદયશ્રી ખરીદી ચાલુ કરતા પહેલા મોટી મોટી વાતો, જાહેરાતો અને ત્યારબાદ ગોકળગાય ગતિએ બેજવાબદારી પૂર્વક ચાલતી આ ખરીદ પ્રક્રિયાથી કંટાળી ગયેલા ખેડૂતો ટેકાના ખરીદી કેન્દ્ર પર આપના વિશે જે વાતો કરે છે તે ગુજરાતના નાગરિક તરીકે હૂઁ સાંભળી શકું તેમ નથી એટલે આપના શુભ ચિંતક તરીકે ખેડૂતોમાં થતી વાતોનો એક અંશ આપના સુધી પહોંચાડવાનો મારો નમ્ર પ્રયાસ છે. ટેકાના કેન્દ્ર પર ખેડૂતો વાતો કરતા હતા કે “”પોપા બાઈનું રાજ આપણે જોયું નહોતું માત્ર સાંભળ્યું જ હતું પરંતુ આ ભોપા ભાઈ નું રાજ જોઈએ છીએ એટલે પોપા બાઈ નું રાજ સમજી શકાય છે કે એ પોપા બાઈનું રાજ કેવું હશે”’
મહોદયશ્રી જેમ સરકાર ખરીદીની જાહેરાતો મુજબ અમલ કરવામાં નિષ્ફળ ગઈ એ જ રીતે ખેડૂતોની ખરીદાયેલ મગફળીના રૂપિયા એક અઠવાડિયામાં આપવાના વાયદામાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે કેમ કે કેટલાયે ખેડૂતો છે જેની મગફળી એક દોઢ મહિના પહેલા ટેકાના ભાવે ખરીદાઈ ગયેલ હોવા છતાં દોઢ – દોઢ મહિનાનો સમય વીતવા છતાં આજે પણ એમને રૂપિયા મળેલ નથી તો આપશ્રીને નમ્ર અનુરોધ છે કે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં ઝડપ વધારવામાં આવે અને ખેડૂતોને વિના વિલંબે તેમના રૂપિયા આપવામાં આવે.
અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)