ડભોઇ ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે “રન ફોર વોટ” દોડ યોજાઈ.*

*ડભોઇ ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે “રન ફોર વોટ” દોડ યોજાઈ.*

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 નું મતદાન ગુજરાતમાં તા.07/05/24ને મંગળવાર ના રોજ યોજાનાર છે. ત્યારે 140- ડભોઇ વિધાનસભા મતવિસ્તારના તમામ 269 મતદાન મથકોમાં વધુમાં વધુ મતદાન થાય તે અર્થે મતદાન જાગૃતિ માટે “રન ફોર વોટ” કાર્યક્રમ નું આયોજન ડભોઇ વહીવટીતંત્ર દ્વારા ડભોઇ નગર ખાતે કરવામાં આવેલ હતું. જે સવારે 6:30 કલાકે ડભોઇ બજારના ટાવર ચોક થી કોલેજ સુધી યોજાઈ હતી.

નોંધ.જેમાં તાલુકા વહીવટીતંત્ર ના તમામ કર્મયોગી કર્મચારીઓ સફેદ ડ્રેસ કોડ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.

વધુમાં વધુ લોકો મતદાન અંગે જાગૃત થાય અને મતદાન કરે એ ઉદેશથી મે.મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સાહેબ, રવિરાજસિંહ પરમાર ના માર્ગદર્શન હેઠળ રન ફોર વોટ નો કાર્યાક્રમ યોજ્યો હતો. હેમા ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી તથા મામલતદાર ડી. વી. ગામીત તથા તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, ડાયેટ કચેરી, વડોદરા થી મીતાબેન જાદવ તેમજ શિક્ષક સંઘના હોદેદાર જૈમિનભાઈ પટેલ તથા ડભોઇ નગરપાલિકાના મેનજર મહેશભાઈ પરમાર, મહેશભાઈ વસાવા તેમજ નગરપાલિકા ના કર્મચારીઓ તથા તાલુકાના શિક્ષક તથા શિક્ષિકા બેહનો તથા પોલીસ સ્ટાફ પણ ખુબ મોટી સંખ્યામાં ખાસ હાજર રહી દોડ લગાવી હતી.

આ કાર્યક્રમમાં નગરના નગરજનો કે જે મતદાન કરવાનાં છે તેપણ મોટી સંખ્યામાં આ દોડ માં જોડાયા હતા.

 

અહેવાલ:- હર્ષ પટેલ વડોદરા