
કુકડ ગામ ખાતે તડવી યુવા સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાત દિવસિય નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું જેમાં લગભગ 32 ટીમો સમગ્ર ગુજરાતમાંથી ભાગ લેશે.
વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તેમજ સંખેડા ના ધારાસભ્ય અભેસિંહ તડવી ની ઉપસ્થિતિમાં ડભોઇ તાલુકાના કુકડ ગામે શૈલેષ સોટ્ટા સ્ટેડિયમ ખાતે તડવી યુવા સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની શાનદાર શરૂઆત કરવામાં આવી હતી.
જેમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ 32 ટીમો રમતના મેદાનમાં ઉતરવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ ટુર્નામેન્ટમાં દરેક મેચમાં મેન ઓફ ધ મેચ તેમજ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ પર્ફોર્મન્સ બેસ્ટ કેંચ જેવા ઇનામો પણ આપવામાં આવશે તેમજ સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં હારનાર અને જીતનાર તમામ ટીમને ટ્રોફી આપવામાં આવશે જ્યારે આ ટુર્નામેન્ટનું અંતિમ ચરણ એટલે કે ફાઇનલ મેચ 27 તારીખે રમવામાં આવશે સાથે અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટના આયોજનનું હેતુ આજની યુવા પેઢી રમત ગમત પ્રત્યે જાગૃત થાય તેમ જ એકબીજા સાથે પ્રેમભાવ વધે તેમ જ દરેક રમત અને રમતવીરો સાથે એકતા કેળવાય અને તડવી યુવા સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ મજબૂત થાય અને આવી પ્રવૃત્તિઓ આ સંગઠન દ્વારા થતી રહે તેવી પ્રાર્થના કરી હતી સાથે આ કાર્યક્રમમાં ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ તડવી સામાજિક કાર્યકર્તા કેવળભાઈ ઠાકોર કૂકડ તડવી સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અમિતભાઈ તડવી,જયમીનભાઇ તડવી તેમજ તડવી સંગઠનના યુવાઓ હાજર રહ્યા હતા.
અહેવાલ :- વિવેક જોષી (ડભોઈ)