વડોદરા
વડોદરા પાસે ડભોઇના નડા ગામ, ડેકી ફળીયામાં જનકભાઇ માથુરભાઇ વાળંદ (ઉં. 38) રહેતા હતા. તેની પાસે વિવિધ ખાનગી બેંકના ક્રેડિટ કાર્ડ હતા. જેનો ઉપયોગ તેઓ કરતા હતા. તેમણે ક્રેડિટ કાર્ડ પર ઘણી બધી લોનો લીધી હતા. આ સાથે જ બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી પણ લોન લીધી હતી. આ લોનના પૈસા બાકી ભરવાના હોવાથી તેના માથે દેવું વધતું જતું હતું. દેવું વધતા તે ટેન્શનમાં રહેતો હતો. તે વાત મનમાં લાગી આવતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું.આ વાતની જાણ પરિવારને થતા તમામ શોકાતુર બન્યા હતા. મૃતકના પરિચીત જીગ્નેશભાઇ માથુરભાઇ ભાટીયા દ્વારા આ અંગે ડભોઇ પોલીસ મથકમાં અકસ્માતે નોંધ કરાવવામાં આવી હતી.
અકસ્માતે નોંધ કર્યા બાદ ડભોઇ પોલીસ મથક દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડભોઇ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ ગોકળભાઇ આ મામલાની વધુ તપાસ હાથ ધરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.છેલ્લા કેટલા સમયથી ફાઇનાન્સ કંપનીના રિકવર એજન્ટો લેદાર પાસે પઠાણી ઉઘરાણી કરવાના કારણે કેટલીક વાર નિર્દોષ માણસોએ પોતાના જીવન ટૂંકાવવાનો વારો આવે છે તેવી ઘટના આજનો ડભોઇ તાલુકામાં બની હતી. પરિવારજનોની માગણી છે કે આવા બેન્ક રિકવરી એજન્ટો સામે પઠાણી ઉઘરાણી ન કરવા બાબતે કડકમાં કડક કાર્યવાહી કરે અને પરિવારજનોને ન્યાય અપાવે તેવી માગ કરી હતી.
અહેવાલ:- હર્ષ પટેલ (વડોદરા)