ડભોઇ શહેરમાં શંકાસ્પદ કોલેરાનો કેસ તળાવપુરા વિસ્તારના સામે આવ્યો જેમાં બાળક આવ્યું કોલેરાની લપેટમાં

વડોદરા

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ડભોઇ શહેરના વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા હોય ત્યારે ડભોઇ શહેરમાં શંકાસ્પદ કોલેરાનો કેસ તળાવપુરા વિસ્તારના સામે આવ્યો જેમાં બાળક આવ્યું કોલેરાની લપેટમાં આરોગ્ય વિભાગે ટીમો બનાવી નીંદર માંથી જાગી શરૂ કરી કાર્યવાહી તંત્રએ શરૂ કરી કામગીરી અને છેલ્લા 7 દિવસોમાં 50 ઉપરાંત જેટલા ઝાડા ઉલટી ના અને તાવ શરદી ખાંસી વિગેરે ન પણ 50 ઉપરાંત કેસ સરકારી દવાખાનામાં નોંધાયા હતા. જ્યારે કે અલગ અલગ વિસ્તારો માંથી લેવાયા પાણીના સેમ્પલઅનેક જગ્યાઓ પર ઉભરાઈ છે ગટરના પાણીપાલિકાની બેદરકારીને લઈને નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે…

હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે ડભોઇ શહેરના વિસ્તારોમાં ગટર ઉભરાવાના કારણે ગંદા પાણી રોડ ઉપર ફરી રહ્યા છે ત્યારે ડભોઇ શહેર ના તલાપુરા વિસ્તારમાંથી નાનુ બાળક શંકાસ્પદ કોલેરા નો કેસ સામે આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે નિંદામાંથી જાગી આરોગ્ય વિભાગે ટીમો બનાવી શહેરના વિસ્તારમાં આગળની કાર્યવાહી શરૂ કરી છે જ્યારે કે છેલ્લા સાત દિવસમાં ડભોઇ સરકારી દવાખાના ખાતે જાડા ઉલ્ટીના 50 ઉપરાંત તેમજ તાવ શરદી ખાંસી ના પણ 50 ઉપરાંત જેટલા કેસ નોંધાયા છે અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે નગરપાલિકાની બેદરકારીને કારણે નગરજનો ભોગ બની રહ્યા છે ત્યારે નગરજનોમાં રોષની લાગણી જોવા મળી રહ્યો છે…

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)