કેશોદ ના ડી પી રોડ પર બે દિવસ પૂર્વે રોડ નવો બનતાજ રેતી ના નંબર પ્લેટ વગર નું ડમ્પર ચાલક માતેલા સાંઢ ની માફક ઓવર સ્પીડ માઁ આવતા હોય અને ડમ્પર ઓવર લોડિંગ માં હોવાથી સ્થળ પર બ્રેક નહીં લાગતા આદિત્ય ભરત ભાઈ ડાકી ઉંમર વર્ષ 9 પોતાની સાઇકલ લઇ બુક સ્ટોર પર ઇરેજર લેવા જતા પહેલા જ ડમ્પર ના આગળ ના વીલ માં સાઇકલ અને પગ આવી જતા એક પગ ગોઠણ નીચેથી પૂરો કપાઈ જતા તાત્કાલિક ક્રિષ્ના ઓર્થોપેડિક હોસ્પીટલ અને બાદ વધુ સરવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવેલ હતા,
કેશોદ ખાતે હાલ આ ઘટના જોતા જણાઈ આવતું હોય અને તપાસ કરતા રેતી અને કાકરી ભરેલા ડંપરો કોઈ પણ ઘણી ધોરી વગર ના કોઈ નંબર વગર ના કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે જે તપાસ નો વિષય છે પરંતુ હાલ જે ડમ્પર ની ઓવર સ્પીડ ના કારણે ઘટના બની હોવાનું લોકો માં ચર્ચા ઓ જોવા મળી હતી.
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ, જૂનાગઢ)