ડિપ્લોમા એન્જીનીયરીંગ અભ્યાસક્રમમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા માર્ગદર્શક કાર્યક્રમ યોજાશે.

.ડિપ્લોમા એન્જીનીયરીંગ અભ્યાસક્રમમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા માર્ગદર્શક કાર્યક્રમ યોજાશે.

 

          ACPDC અંતર્ગત ધોરણ ૧૦ પછી ડિપ્લોમા એન્જીનીયરીંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો (પ્રવેશ વર્ષ: ૨૦૨૪-૨૫) માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત તા. ૧૫-૦૪-૨૦૨૪ થી શરૂ થયેલ ગુજરાતી રજીસ્ટ્રેશન હાલ ચાલુ છે. 

 

સદર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો જાગૃતિ/માર્ગદર્શક કાર્યક્રમ તા.૨૧-૦૫-૨૦૨૪ ના સવારે ૧૧:૦૦ કલાકે સેમિનાર હોલ, સરકારી પોલિટેકનિક પાલનપુર, માલણ દરવાજા બહાર, અંબાજી રોડ, પાલનપુર ખાતે રાખેલ છે. જેનો ઉમેદવારો અને તેઓના વાલીઓને મહત્તમ લાભ લેવા સરકારી પોલીટેકનીક,પાલનપુરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

અહેવાલ :- ગૂજરાત બ્યુરો.