ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આયોજિત એક અગત્યની મીટીંગ માટે આવેદનપત્ર આપવાનું આયોજન ચાલી રહ્યું છે. આ કાર્યક્રમને લઈને ડભોઇથી કેવડિયા તરફ જતી મુખ્ય માર્ગો પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ડેડીયાપાડા જતા કામકાજીઓ અને આદિવાસી સમુદાયના 50 જેટલા કાર્યકર્તાઓને ડભોઇ તાલુકાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કડક નજર કેદમાં રાખવામાં આવ્યા છે. સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસની કેટલીક દુકાનો અને મકાનો તોડી નાખવામાં આવવાની પણ જાણ મળી છે, જેના અનુસંધાને ચૈતર વસાવા દ્વારા આદિવાસી સમુદાયને એકત્રિત કરીને આવેદનપત્ર આપવા માટે મીટીંગ ગોઠવવામાં આવી છે.
ડભોઇ, સાઠોદ થી રાજપીપળા, ચનવાડા, ગોપાલપુરા અને કરનેટ તરફ જતી માર્ગો પર પોલીસની મોટી ટીમો તૈનાત છે. આ સાથે જ મુસાફરોનું સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
ડભોઇ પોલીસ, જીલ્લા ટ્રાફિક અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) પોલીસ દ્વારા આ વિસ્તારમાં સતત નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે.
આ ઘટનાને લઈને મંડળ અને પોલીસ વચ્ચે તણાવ વધી રહ્યું છે અને અત્યારે પણ પરિસ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે.
રિપોર્ટર: વિવેક જોષી, ડભોઇ