ડૉ. સુભાષ એકેડેમીનું પચાસમું વર્ષ “સુવર્ણ જયંતી મહોત્સવ” તરીકે ઉજવાશે – સંસ્થાના સ્થાપક પેથલજીભાઈની સ્મૃતિને કરાશે નમન.

ડૉ. સુભાષ મહિલા કોલેજ, જૂનાગઢ દ્વારા આજ રોજ નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યારંભ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય વિધિથી થઈ હતી, જેમાં સંસ્થાના આચાર્ય ડૉ. બલરામ ચાવડાએ વિદ્યાર્થી વર્ગને સંબોધન કર્યું અને એક મહત્વની જાહેરાત કરી કે, ડૉ. સુભાષ એકેડેમી આ વર્ષ પોતાનું પચાસમું વર્ષ ઉજવી રહી છે, જેને ‘સુવર્ણ જયંતી મહોત્સવ’ તરીકે ઉજવવામાં આવશે.

આ પ્રસંગે ચાવડાએ સંસ્થાની સ્થાપના, વિકાસગાથા અને પેથલજીભાઈના મૂલ્યો વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે જણાવ્યુ કે, ૧૯૭૬માં પેથલજીભાઈ ચાવડાએ આર્ય સમાજના વિચારોથી પ્રેરણા લઈને આ સંસ્થા સ્થાપી હતી. ત્યારબાદ તેમના પુત્ર સુભાષભાઈના અવસાન બાદ તેમનાં સ્મૃતિરૂપે શરૂ કરાયેલ આ એકેડેમી આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં મહિલાઓ માટે શિક્ષણપ્રેમી કિર્તિમાન બની છે.

વિદ્વાન ડૉ. કૌશિક પંડ્યા અને ડૉ. પ્રદ્યુમ્ન ખાચરે પણ પેથલજીભાઈના કાર્ય વિશે ચર્ચા કરી. જ્યારે ડૉ. સુભાષ યુનિવર્સિટી સ્થાપના વિષે પણ વિશદ ઉલ્લેખ થયો કે જે આજના યુવા પેઢીને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ આપે છે.

આ વર્ષે વર્ષભર ચાલનારા સુવર્ણ જયંતિ ઉત્સવમાં વિવિધ શૈક્ષણિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં વિવિધ ક્ષેત્રોના વિદ્વાનો, યુવા નેતાઓ, સાહિત્યકારો અને પ્રજાસેવકોને આમંત્રિત કરવામાં આવશે.

આ પ્રસંગે સ્મૃતિગીત, વિદ્યાર્થીઓના મોટિવેશનલ ઉદબોધનો અને સશક્ત સંચાલન પ્રો. ચેતનાબેન ચુડાસમાએ કર્યું. સંસ્થાના જવાહરભાઈ ચાવડા, મીતાબેન ચાવડા અને રાજ ચાવડાએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો અને તમામ નવા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ