જૂનાગઢ
સર્વ દેવો એ એકત્ર થઇને ગણપતિનો ગણો ના અધિપતિ તરીકે અભિષેક કર્યા પછી દેવોએ ભકિતપૂર્વક શંકરભગવાનને પ્રસન્ન કર્યા. પાર્વતીજીએ પોતાના ખોળામાં ગણેશજીને બેસાડયા, શિવે આશીર્વાદ આપ્યા કે, આ મારો બીજો પુત્ર છે. ગણેશે ઊભા થઇને માતા-પિતા ને વંદન કર્યાં. આમ ગણપતિની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા થતાં સર્વત્ર ઉત્સવ થઇ રહ્યો.એ પછી સર્વત ગણેશ પૂજા થવા લાગી હતી. મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકે ગણેશ પૂજાનો બહોળો પ્રચાર પ્રસાર કર્યો હતો.
ઘણાં સમયથી ગુજરાતમાં ગણેશ પૂજા મોટા પ્રમાણમાં થવા થવા લાગી છે અને ગુજરાતીઓ ધૂમધામથી ઉજવે છે.
આજરોજ સાહિત્ય મર્મજ્ઞ આચાર્યશ્રી બલરામ ચાવડાના માર્ગદર્શન હેઠળ ડૉ.સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ પરિસરમાં ગણપતિ પૂજા મહોત્સવ ઉજવવામાં આવેલ. કૉલેજના તમામ સ્ટાફ તથા વિધાર્થીની બહેનો દ્વારા ગણપતિ દાદાની આરતી કરવામાં આવી હતી. અને ગીતો ગાવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગણપતિ પૂજાનું મહત્વ અને ઇતિહાસની વાત પણ મૂકવામાં આવી હતી. ગણપતિ દાદાને તેમના પ્રિય લાડુનો પ્રસાદ ધરવામાં આવ્યો અને તમામે પ્રસાદી લીધી હતી.
ગણેશ ચતુર્થી એ ગણપતિ સ્થાપન વિધિ કેવી રીતે કરવી? કયા મંત્ર જાપ કરવા? ગણપતિ દાદાને કેવી રીતે રીઝવવા? આ સવાલ શ્રધ્ધાળુઓને મૂઝવતો હોય છે. ભક્તો શ્રધ્ધાપૂર્વક ગજાનન દાદાની સેવા પૂજા કરી શકે એ હેતુસર ગણેશ મંત્ર સહિત ગણેશ સ્થાપન વિધિ કરવામાં આવે છે.આ પ્રકારના અનેરા વિશિષ્ટ ઉત્સવથી ધાર્મિક જ્ઞાન વધે છે.
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજી નો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે, જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે. આ પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા બદલ ટ્રસ્ટીશ્રી જવાહરભાઈ ચાવડાએ સહુને અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)