ડૉ. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ, એન્ડ હોમસાયન્સ કોલેજમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યકમ યોજાયો.

આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ તરફથી જુનાગઢ જિલ્લાના કોડીનેટર શ્રી ડો. વર્ષાબેન રાદડિયા જેઓ સ્તન કેન્સર જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે તેના દ્વારા ડૉ. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ માં સ્તન કેન્સર જાગૃતિ અંગે તારીખ 27- 12- 2024 ના રોજ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ આયોજન કરેલું હતું

આજની ફાસ્ટ લાઈફને કારણે અને જાગૃતિના અભાવે સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સ્તન કેન્સરના કારણો, લક્ષણો અને તેનું નિવારણ તથા તેને કઈ રીતે અટકાવી શકાય તેની વિસ્તૃત માહિતી સાથે આજની યુવા પેઢીની લાઈફ સ્ટાઈલ અને ખાનપાનની ખરાબ રીતે અને હેલ્ધી હેબિટ વિશે વિસ્તૃત માહિતી ડૉ.વર્ષાબહેન રાદડિયા એ આપેલી હતી.

આજે પણ સ્ત્રીઓ સ્તનને લગતા કોઈપણ સમસ્યા પ્રત્યે સજાગ હોતી નથી તેથી જાગૃતતા માટે આ આશીર્વાદ ફાઉન્ડેશન કઈ રીતે મદદરૂપ થશે તેની પણ માહિતી પૂરી પાડી હતી. ખાસ કરીને સ્વ તપાસ કઈ રીતે કરવી તેનો ડેમોસ્ટ્રેશન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત હેલ્થ અવેરનેસ માટે ખાણીપીણી અંગેની તથા પાણીનું પ્રમાણ કેટલું લેવું જોઈએ કે જેથી હેલ્થ સારી રહે તેવી ટીપ્સ પણ આપી હતી.તેઓએ વિધાર્થી બહેનોને જણાવ્યું હતું કે 40 વર્ષ પછી નિયમિત ધોરણે મેમોગ્રાફી અને નિવારક તપાસ કરાવવી જોઈએ. તે પણ દર્શાવ્યું હતું.

જાત તપાસ કઈ રીતે કરવી તે માટે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા બુકલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે વિદ્યાર્થીઓમાં રહેલા પ્રશ્નોનું પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમ યોજવા માટે કોલેજ આચાર્ય બલરામ ચાવડા અને ટ્રસ્ટ પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ સહુને અભિનંદન આપ્યા હતા. આ જાગૃતિ કાર્યક્રમને સફળ માટે પ્રો.નયનાબેન ગજ્જરે જહેમત ઉઠાવી હતી

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)