વલસાડ ના જાણીતા તબીબ ડો. સુનીલ ચોકસી ના ગર્ભશ્રીમંત દીકરી ડો.શૈલી એ સાદગીપૂર્વક લગન કરી સમાજ ને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું. વલસાડ ના કાન – નાક – ગળા નાં જાણીતા તબીબ ડો. સુનિલ ચોકસી જે ધીકતી પ્રેક્ટિસ વ્યવસાય સાથે વ્યવસાય માં એકદમ પ્રામાણિક જે વલસાડ નાકેટલીયે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા વલસાડ મેડિકલ એસોિયેશનના પ્રમુખ રહી સેવાકીય પ્રવૃતિઓ હર હંમેશ આગળ રહેલા ડો. સુનીલ ચોકસી ને આ સંસ્કાર એમની ગળથૂથી માંથી મળી આવેલ છે ડો. સુનીલ ચોકસી ના માતા – પિતા ગાંધીનગર માં સરકારી નોકરી માં ખુબ ઊંચા હોદ્દા પર પરંતુ સ્વભાવ થી એકદમ સરળ નાના માં નાના વ્યક્તિ ને મદદ કરી જીવન પર્યંત કર્યું જે સમાજને મદદ કરવાની નેમ રાખી એમણે મૃત્યુ બાદ પણ જાળવી રાખી હતી.મૃત્યુ બાદ ડો.સુનિલભાઈના માતા – પિતા બંનેના શરીરને વલસાડ મેડિકલ કોલેજમાં દેહદાન કર્યું જેથી મૃત્યુ બાદ પણ એમનું શરીર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કામ આવી શકે જોકે આ વાત ફક્ત આ બે પેઢીઓ સુધી અટકતી નથી. ડો.સુનિલભાઈની નાની દીકરી ડો.શૈલીના જે એમડીએસ એટલે દાંતના રોગોના નિષ્ણાંત.લગ્નની વાત આવી ત્યારે જેમ દરેક મા-બાપની ઈચ્છા હોય તેમ શૈલી ના માબાપે ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવાની યોજના બનાવી. શૈલી આ બધું સાંભળીને મૌન રહી અને પછી એકવાર એમણે મમ્મી પપ્પાને બેસાડ્યા અને કહ્યું “તમે લગ્નમાં કેટલો ખર્ચો કરવા માંગો છો?” ખૂબ બહોળો મિત્ર વર્ગ ધરાવતા ડો.સુનિલભાઈ ની દીકરીના લગ્નમાં આવનાર મહેમાનોનો આંકડો ખૂબ મોટો હોય એ સ્વભાવિક છે.
ડો.શૈલીએ પોતાની વાત મમ્મી-પપ્પા આગળ મૂકી અને પૂછ્યું કે “તમે આ મારા જીવનના અતિ મહત્વના અને મારા અંગત પ્રસંગે તમે મને અત્યંત ખુશ જોવા માંગો છો?”મા બાપની તો એ જ ઈચ્છા હોય કે એમની દીકરી ખુશ રહે!પરંતુ એમને ખબર ના પડી કે શૈલી કેમ આવું પૂછે છે.ડો.શૈલી એ ફોડ પાડ્યો કે ‘મારે કોર્ટમાં લગ્ન કરવા છે અને તમે જે ધામધૂમથી લગ્ન કરવા માટે જેટલી રકમ ખર્ચવા માંગો છો એ સર્વે રકમ મારે સમાજમાં વિવિધ સ્તરે સેવાકાર્ય કરતી સામાજિક સંસ્થાઓને અર્પણ કરવી છે. મારા જીવનના આ અત્યંત આનંદના પ્રસંગે મારી એ જ ઈચ્છા છે કે મારી આ ખુશીમાં સમાજના જે લોકોને મદદની જરૂર છે,જે લોકો વંચિત છે એઑ ને હું કાંઈક મદદ કરી શકું ને તેઓ પણ મારી આ ખુશીમાં આ રીતે ખુશ થઈને સહભાગી થાય!પછી તો ડો.સુનિલભાઈ અને એમના ધર્મપત્ની રૂપાબેનની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા. છેલ્લે ઘરના લોકોના સમજાવટથી ડો.શૈલીના લગ્ન 11/11/2024 ના રોજ સંપન્ન થયા.ખૂબ જ નજીકના સગા અને અંગત મિત્રોની હાજરીમાં ખૂબ જ સાદાઈથી ડો.શૈલીની ઈચ્છા મુજબ સંપન્ન થયા.અને લગ્નના સંભવિત સૌ ખર્ચાઓની કુલ રકમ આજુબાજુમાં સામાજિક સેવાઓ કરતી સંસ્થાઓ જેવી કે અંધજન મંડળ,દિવ્યાંગ લોકોની સંસ્થા,ગૌશાળાઓ,અનાથ આશ્રમ,ગરીબ બાળકો માટેની આશ્રમશાળાઓ,શારીરિક રીતે બીમાર-માંદગી સામે લડતા લોકો માટેની સંસ્થા,દૂર ગામડાઓમાં ગરીબ લોકો માટેની શાળાઓ વગેરે સંસ્થાઓમાં આપી દીધી.
ડો.શૈલીના જીવનસાથી શ્યામ અને એમના પરિવારજનો એ પણ ડો.શૈલીની આ સકારાત્મક કાર્યમા પૂરેપૂરો સાથ આપ્યો.આ પ્રસંગે વલસાડ આઈએમએના આગેવાનો ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે ડો.સુનિલભાઈ ચોક્સી અને ડો.કાર્તિકભાઈ ભદ્રા બંને પાસેથી મળેલી આ સુંદર માહિતી અનુસાર ડો.શૈલીએ દરેક સમાજ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સંપન્ન લોકો દ્વારા લગ્નમા ખોટા ખર્ચાઓ કરવાને બદલે એ પૈસા સમાજ ઉત્થાન અને જરૂરિયાતમંદ લોકોના ઉત્થાન માટે વાપરવામાં આવે તો દેશ અને દુનિયામાં કોઈપણ માણસ દુઃખી નહિ રહે.આજના દેખાદેખીના યુગમાં ઘરમાં લગ્ન હોય અને મધ્યમવર્ગીય માબાપના માથે ચિંતાના વાદળો છવાયેલા ન હોય એવું નથી બનતું હોતું.અમે વલસાડ આઇએમએના તમામ તબિબો આશા રાખ્યે છે છીએ કે ડો.શૈલીએ જે આ એક નવો ચીલો ચાતરયો છે,એના પર ઘણા લોકો ચાલીને મજબૂત સમાજ અને તેના થકી મજબૂત દેશના નિર્માણમાં મદદરૂપ થશે.
રિપોર્ટ :- અંકેશ યાદવ , (ખેરગામ)