ડો.સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ જૂનાગઢ નું ગૌરવ

જૂનાગઢ

શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ અને શ્રી ડો. ડી.એમ. બારડ એકેડેમી ઘુસિયા (ગીર)ના સંયુક્ત યજમાન પદે તારીખ ૨૦ /૨૧ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા છઠ્ઠા યુથ ફેસ્ટિવલ ‘અવસર’ ૨૦૨૪માં ડો.સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, જૂનાગઢની ૨૧ બહેનોએ ૧૬ જેટલી વિવધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો

આ યુવક મહોત્સવમાં કુ.રવિના જયંતીભાઈ માકડીયાએ નરસિંહ મહેતા પદગાન અને ભજનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.અને હળવા કંઠ્ય સંગીતમાં પણ ત્રીજું સ્થાન દીપાવ્યું હતું. આ ઉપરાંત મૈત્રી મહેશભાઈ કરડાણીએ પશ્ચિમી વાદ્ય સંગીત સોલોમાં તૃતીસ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ જુદી જુદી હરિફાઈઓ સમૂહ ગીત,સમૂહ નૃત્ય,પોસ્ટર મેકિંગ ,વકૃત્વ સ્પર્ધા, ડિબેટ ,કાવ્ય પઠન,લોકગીત,દુહા છંદ , મિમિક્રી, ક્વિઝ જેવી સ્પર્ધા ઓમાં સંસ્થાની વિદ્યાર્થીનીઓએ ભાગ લેતા સંસ્થાના આચાર્યશ્રી બલરામ ચાવડાએ સૌને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે આ પ્રકારની સ્પર્ધાઓમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવો એ જ મોટી સિદ્ધિ છે.તેમણે જુદી જુદી સ્પર્ધામાં સંસ્થાનું ગૌરવ વધારનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર ઉપક્રમના કોઓર્ડીનેટર તરીકે ડો. હિરાબેન રાજવાણી તથા પ્રા. અમીબેન નાણાવટીએ અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે ડો.સુભાષ એકેડેમીના વડાશ્રી જવાહરભાઈ ચાવડાએ ભાગ લેનાર સૌ પ્રત્યે ઊંડી લાગણી દાખવતા અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)