ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં ભાવનગર SOG અને મેડિકલ એસોસિયેશનનો સહયોગ.

આજ રોજ ભાવનગર ખાતે SOG (Special Operations Group) દ્વારા નશામુક્તિ ઝુંબેશ અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભાવનગર મેડિકલ એસોસિયેશનના આગેવાનો તથા શહેરના મેડિકલ સ્ટોર સંચાલકો સાથે બેઠક યોજી ને તેમને ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં સહયોગ આપવા અંગે માર્ગદર્શન અપાયું હતું.

સરકારી ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા જનજાગૃતિ વધારવાના હેતુસર આયોજિત આ સંવાદમાં, મેડિકલ સ્ટોર ચલાવનારા તમામ વેપારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ નાર્કોટિક તત્વ ધરાવતી કફ સિરપ કે ટેબ્લેટ કોઈ પણ ડૉક્ટરના કાયદેસર પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાશે નહીં. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ આવા દવાઓ ખરીદવા માટે આવે, તો તરત નજીકના પોલીસ મથકે જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.

આ બેઠકમાં મેડિકલ એસોસિયેશન વતી સ્પષ્ટ રીતે પોલીસને પૂરો સહકાર આપવાની તથા તેમની તરફથી પણ ડ્રગ્સ વિરોધી ઝુંબેશને વધુ મજબૂત બનાવવાના આશય સાથે કાર્ય કરવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ભાવનગર શહેરના આશરે 50 જેટલા મેડિકલ સ્ટોર્સના સંચાલકો હાજર રહ્યા હતા અને તેમણે પણ સમજૂતી આપી હતી કે તેઓ નશાવાળું દવા વેચાણ બંધ રાખી કાયદેસર રીતે only prescription-based દવાઓ આપશે.

અહેવાલ : સતાર મેતર, ભાવનગર