
તાલાલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદે ઘુસણખોરી કરી રહેલી એક બાંગ્લાદેશી નાગરિક મહિલાને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલના સમયમાં જમ્મુ કશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાને પગલે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વિદેશી ઘુસણખોરોને શોધી તેમની વિરુદ્ધ પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે.
તાલાલા પોલીસ અને એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ મહિલાને અટકાવી પુછપરછ કરતાં તેણી બાંગ્લાદેશની નાગરિક હોવાની અને સુરતમાં ભિક્ષાવૃત્તિ કરતો હોવાનો ખુલાસો થયો. પોલીસે તપાસમાં પાસપોર્ટની નકલ પણ જપ્ત કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે નિહારબાનુ (ઉ.વ. 42) મૂળ નમાઝગ્રામ, બેનાપોલપોર્ટ, જશોરે (બાંગ્લાદેશ) ની રહેવાસી છે અને ભારત સરકારની મંજુરી વગર અહીં રહી રહી હતી.
👉 કામગીરી કરનાર ટીમ: PI J.N. ગઢવી, PSI P.V. ધનેસા, PI N.A. વાઘેલા અને તાલાલા પોલીસ તથા SOG સ્ટાફ
🕵️♂️ વેરાવળ તથા તાલાલા ખાતેની ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો, કુલ ૫ આરોપીઓની ધરપકડ સાથે ૨.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત
તાલાલા અને વેરાવળ શહેરમાં થયેલી બે અલગ અલગ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ અને મીસીંગ સેલની ટીમે પાંચ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. ૨,૫૭,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઘટના ૧ – વેરાવળ:
૧ મેના રોજ વેરાવળના આલોક એપાર્ટમેન્ટમાં ઘરમાં તોડફોડ કરી સોનાના દાગીના, મોબાઈલ અને રોકડ રૂપિયા મળીને રૂ. ૧.૪૫ લાખની ચોરી થયેલી.
ઘટના ૨ – તાલાલા:
તાલાલામાં કેરીના વેપારી અને મજૂરો પાસેથી સોનાના દાગીના અને મોબાઈલ સહિત રૂ. ૬૨,૮૭૨/- ની ચોરી થઈ હતી.
📍 અગાઉના ગુનાઓના ગુનેગાર historically active
આ આરોપીઓ પૈકી અમીત સોલંકી અને વિશાલ સોલંકી સહિતના ઈસમો સામે અમરેલી જીલ્લા તથા અન્ય જિલ્લાઓમાં જુગાર, ચોરી, IPA તથા BNS અંતર્ગત અનેક ગુનાઓ નોંધાયેલ છે.
📌 આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલ મુદ્દામાલ:
- રોકડ રકમ : ₹ ૧,૧૩,૦૦૦/-
- સોના-ચાંદીના દાગીના : ₹ ૧,૦૬,૬૦૦/-
- મોબાઇલ ફોન : ૪ (કિંમત ₹ ૨૦,૦૦૦/-)
- મોટરસાઇકલ : ૧ (₹ ૨૦,૦૦૦/-)
🧑✈️ અધિકારીઓની ટીમ:
LCB PSI A.C. સિંધવ, ASI અજીતસિંહ પરમાર, લાલજી બાંભણિયા, ભુપેન્દ્રસિંહ ચાવડા અને નરેન્દ્ર પટેલ (મિસિંગ સ્કવોડ)
📍 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ