જૂનાગઢ પોલીસની નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવે છે. અને શહેરમાં કોઇપણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે.
જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા ઇન્ચા. પોલીસ વડાશ્રી બી.યુ.જાડેજા તથા જૂનાગઢ ડી.વાય.એસ.પી. મુખ્ય મથક શ્રી એ.એસ. પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ૧૩ અરજદારોના ગુમ થયેલ LG કંપનીના LED ટી.વી, મોબાઇલ ફોન, વીડીયો મીક્ષર સહીતનો કિંમતી સામાન, ઇમીટેશનનો સામાન, બેગ, કપડાં, ચાવીનો જૂડો તેમજ ચોખાના બાચકાં સહિત કુલ કિંમત રૂ.૨,૯૮,૮૦૦/- નો મુદ્દામાલ તથા પરીવારના સભ્ય જેવી ગાય વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
(૧) જૂનાગઢ ના શ્રી અભીજીતભાઇ ઉપાધ્યાય ના રૂ. ૮૦,૦૦૦/- ની કિંમતના ખોવાયેલ LG કંપનીના ૨ LED ટી.વી શોધી પરત અપાવેલ.
(૨) રાજકોટ ના શ્રી ઝીણાભાઇ ચનાભાઇ કલસરીયાનો રૂ. ૭,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ Redmi કંપનીનો A3 મોબાઈલ ફોન શોધી પરત અપાવેલ.
(૩) વંથલી ના શ્રી હુશેનભાઇ કરીમભાઇ જેઠવાનો રૂ. ૧,૦૦,૦૦૦/- ની કિંમતના વીડીયો મીક્ષર સહીતનો ખોવાયેલ કેમેરાનો સામાન શોધી પરત અપાવેલ.
(૪) જૂનાગઢ ના શ્રી કૌશિકભાઇ ભોજાભાઇ મોરીની કિંમત રૂ.૫૦,૦૦૦/- ની ખોવાયેલ ગાય શોધી પરત અપાવેલ.
(૫) જૂનાગઢ ના શ્રી મીહીરભાઇ હરેશભાઇ નો રૂ. ૩૫,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ SAMSUNG કંપનીનો A40 મોબાઈલ ફોન શોધી પરત અપાવેલ.
(૬) જૂનાગઢ ના શ્રી હિરેનભાઇ રમેશભાઇ પોપટનો ખોવાયેલ iPhone મોબાઈલ ફોન શોધી પરત અપાવેલ.
(૭) ભેંસાણ નાં શ્રી મીતભાઇ રૂપાપરાનું રૂ.૫,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ.
(૮) જૂનાગઢ ના શ્રી ભાવેશભાઇ ઝીણાભાઇ વાઘેલાના રૂ.૫,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ.
(૯) જૂનાગઢ ના શ્રી દિપકભાઇ મનસુખભાઇ ચૌહાણનું રૂ. ૪,૫૦૦/- ની કિંમતનું ખોવાયેલ ચોખાનું બાચકુ શોધી પરત અપાવેલ.
(૧૦) જૂનાગઢ શ્રી જલ્પાબેન કેવિનભાઇ સોલંકીના રૂ.૩,૩૦૦/- ની કિંમતના ખોવાયેલ ઇમીટેશન (ખોટા ઘરેણા) શોધી પરત અપાવેલ.
(૧૧) જૂનાગઢ ના ઉદયભાઇ સંજયભાઇ જાદવની રૂ. ૨,૦૦૦/- ની કિંમતની કપડાની જોડીની ખોવાયેલ થેલી શોધી પરત અપાવેલ.
(૧૨) વેરાવળ ગીર સોમનાથ ના શ્રી નિખીલભાઇ ગોપાલભાઇ કક્કડ નું રૂ. ૨,૦૦૦/- ની કિંમતની ખોવાયેલ કપડાની જોડી શોધી પરત અપાવેલ.
(૧૩) ધંધુસર ના શ્રી દુદાભાઇ ભીમાભાઇ દિવરાણીયાનો ખોવાયેલ ચાવીનો જુડો શોધી પરત અપાવેલ.
આ સફળ કામગીરી કરનાર અધિકારી, કર્મચારીઓમાં પી.એસ.આઇ.શ્રી પી.એચ. મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ. તરૂણભાઇ ડાંગર, વિજયભાઇ છૈયા, સુખદેવભાઇ કામળીયા, નરેન્દ્રભાઇ દયાતર, પાયલબેન વકાતર, અંજનાબેન ચવાણ, શિલ્પાબેન કટારીયા, દક્ષાબેન પરમાર, ખુશ્બુબેન બાબરીયા, ભાવીષાબેન સીસોદીયા, રૂપલબેન છૈયા, એન્જીનીયર મસઉદઅલીખાન પઠાણ નો સમાવેશ થાય છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)