જુનાગઢ શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત કુલ 15 ખોવાયેલા મોબાઇલ ફોન મળી રજીસ્ટર્ડ માલિકો ને પરત કરવામાં આવ્યા હતા. ફોનની કુલ કિંમત ₹2,37,956 જેટલી હતી.
જાહેર જનતાના માલમત્તા સુરક્ષા માટે CEIR પોર્ટલ તથા ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી જુનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાંથી આ તમામ મોબાઇલ શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ મોબાઇલના માલિકોને પુછપરછ અને ઓળખપત્રની તપાસ બાદ આમંત્રિત કરી સન્માનપૂર્વક ફોન્સ હસ્તાંતરીત કરવામાં આવ્યા.
આ પ્રસંગે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, “પોલીસ પ્રજાનું મિત્ર છે” એ વાક્યને સાર્થક કરવા આપણે ટેક્નોલોજી અને લાગણી બંને દ્વારા કાર્યરત છીએ.
સાથે જ, જુનાગઢ બી ડિવિઝન પોલીસે પોણા તોલાના રૂ. 50,000ના સોનાના ચેઇનની લૂંટના ગુનામાં આરોપી યુસુફશા મહમદશા રફાઈને ઝડપી પાડ્યો છે. આ આરોપીએ ફરિયાદીને માર મારી તેના ગળામાંથી ચેઇન ઝૂંટવી હતી. ફરિયાદ નોંધાયાના 24 કલાકમાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ તથા CCTV ફૂટેજના આધારે આરોપીની પકડ કરી મહત્વનો પુરાવો પણ કબ્જે કર્યો.
પોલીસે જે મોબાઇલ પરત કર્યા તેનિ વિગતો:
(ચૂંટેલ મોડલના ભાવ સાથે)
VIVO Y73 – ₹17,490
OPPO F25 PRO – ₹23,990
POCO M6 PRO 5G – ₹14,999
REDMI NOTE 13 – ₹19,990
VIVO T1 5G – ₹19,990
REDMI 13 5G – ₹14,430
REALME NARZO 60 5G – ₹13,982
…અને અન્ય કુલ 15 મોબાઈલ ફોન.
આ ઘટના ફરીવાર સાબિત કરે છે કે જુનાગઢ પોલીસ ટેક્નોલોજી સાથે માનવતાનું સુમેળ જાળવીને લોકોના વિશ્વાસને જીતી રહી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ