સુરતના વલથાણ પુણા ગામ રોડ પર એન્થમ સર્કલ પર વૃંદાવન ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દાસીજીવણ સત્સંગ મંડળ તથા વલ્લભ યુખ ઓર્ગેનાઈઝેશન દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 16મી ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી વૈષ્વાચાર્ય વ્રજરાજકુમારજી વ્યાસપીઠ પરથી પ્રથમવાર શ્રીમદ ભાગવતનું રસપાન કરાવશે. આ વૃંદાવન ધામમાં અલગ અલગ 7 પ્રાચીન નગરી ઉભી કરવામાં આવી છે. 1500 સ્વયંસેવકો રહેશે ખડે પગેકથાના આયોજન વિષે નૈમિષભાઈ ધડુકે કહ્યું કે, છેલ્લા દોઢેક મહિનાથી સ્વયંસેવકો દ્વારા આકરી મહેનત કરીને આ ડોમ બનાવવામાં આવ્યો છે. પ્રૌરાણિક 7 પ્રાચીન નગરીમાં સંસ્કૃતિની ઝાંખી દર્શાવવામાં આવશે.
કથાનો સમય દરરોજ 3 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે 16મી ડિસેમ્બરના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં હાથી ઘોડાની સાથે વિન્ટેજ કાર પણ રાખવામાં આવી છે. સરથાણાથી પોથીયાત્રા નીળકશે. જેમાં 15થી વધુ રાજ્યની સંસ્કૃતિ દર્શાવતા મંડળ ઉપસ્થિત રહેશે.મનોરથ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશેસાવનભાઈ ધડુકે કહ્યું કે, સાંજના રોજ રોજ અલગ અલગ કાર્યક્રમોના આયોજન કરવામાં આવશે. 18મીએ ડાયરો યોજાશે જ્યારે 19મી અને 21મીની સાજે પુષ્ટી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવની સાથે સાથે રૂક્ષ્મણી વિવાહ સહિતના ઉત્સવો ઉજવવામાં આવશે. દેશ વિદેશથી શ્રોતાઓ આવવાના છે. દેશભરમાંથી તમામ સંપ્રદાયના સાધુ સંતો અને સનાતનીઓ ઉપસ્થિત રહેશે.