દીવ તડ ચેક પોસ્ટ ઉપર પરમીટ વાળી દારૂ ભરેલ ટ્રક પ્રવેશ દ્વાર પાસે નીચે ખૂંપી ગઈ

ગીર સોમનાથ

દીવ માં રોડ રસ્તાને લઈને લોકોની હાલત કફોડી છે.. હાલ એહમદપુર માંડવી ચેક પોસ્ટ ઉપર ગેટ નું બાંધકામ ચાલુ હોવાથી મોટા ભારે વાહનો ને તડ ચેક પોસ્ટ થી દીવમાં પ્રવેશ કરવો પડે છે.જે 12 કિમી દૂર પણ પડે છે. તડ ચેક પોસ્ટ ઉપર પસાર થતાં દીવ માં પ્રવેશ દ્વાર પાસે દીવમાં આવી રહેલ પરમીટ વાળો દારૂ ભરેલ ટ્રક રોડ નીચે ખૂંપી ગઈ…

દીવ માં મહારાષ્ટ્ર અને દમણ થી દારૂ આવે છે અને આવી જ એક દારૂ ભરેલી ટ્રક તડ ચેક પોસ્ટ થી દીવ આવતા રોડ નીચે ઉતરી ગઈ અને રોડ સાઈડ માં ખૂંપી ગઈ ..

રોડ રસ્તાને લઈને દીવ ના લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે. વરસાદને લઈને રોડની સાઈડમાં પાણી ભરાતા ભારે વાહનો ખૂંચી રહ્યા છે.
થોડા દિવસ પહેલા વિદ્યાર્થીઓ ભરેલી બસ દીવ શહેરમાં ફસાઈ હતી.

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)