દેવગઢ બારીયા ખાતે યોજાયેલ કુસ્તી સ્પર્ધામાં ખેલાડીઓનું ઉમદા પ્રદર્શન.

બનાસકાંઠા :

તાજેતરમાં ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજયકક્ષાની કુસ્તી સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ દેવગઢ બારીયા ખાતે યોજવામાં આવ્યું હતું. તા. ૧૪ થી ૨૦ મે ૨૦૨૪ સુધી આયોજીત આ સ્પર્ધામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાની વિમળા વિદ્યાલય ગઢના ખેલાડીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં કુસ્તીના કોચશ્રી પ્રવિણ ચૌધરી ટ્રેનરશ્રી પંકજ ભાભોર અને ટીમના કોચશ્રી અશોક ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ ખૂબ જ ઉમદા પ્રદર્શન કર્યું હતું. જેમાં અલગ અલગ કેટેગરીમાં ભાગ લેનાર કુસ્તીવીરોને ૮ ગોલ્ડ મેડલ, ૯ સિલ્વર મેડલ અને ૧ બ્રોન્ઝ મેડલ મળ્યું હતું.

અહેવાલ :- ગુજરાત બ્યુરો